જૂનાગઢ સિવિલના ડોકટર, સ્ટાફ ઉપર હુમલાને પગલે કર્મચારીઓની હડતાલ

  • August 16, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મધ રાત્રે હૃદય રોગના દર્દીનું સારવાર દરમિયાન મોત થતા તબીબોની બેદરકારીથી દર્દીનું મોત થયા અંગે આક્ષેપ કરી પરિવારજનોએ સિવિલના બે તબીબ અને કર્મચારી પર હત્પમલો કર્યેા હતો.જેથી તબીબ અને કર્મચારીને પણ ઇજા થઈ હતી. સમગ્ર બનાવ અંગે  વાયરલ વિડીયો પણ થયો હતો. દર્દીના પરિવારજનોએ તબીબ અને કર્મચારી પર હત્પમલો કરવાના બનાવ મામલે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબોમાં રોષ ફેલાયો હતો અને મધરાત્રીથી જ સિવિલ હોસ્પિટલ પરિસરમાં જ તમામ કર્મચારીઓ  યોગ્ય કરવાની અને ન્યાય આપવાની માંગ સાથે  ધરણા પર બેસી ગયા હતા અને હડતાલ પર ઉતરતા સિવિલ તંત્રમાં દોડધામ થઈ હતી.
 સમગ્ર બનાવવની વિગત મુજબ ગઈકાલે મધરાત્રે હૃદયમાં દુખાવાની સારવાર માટે આવેલા દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ પરિવારજનો દ્રારા તબીબની બેદરકારીથી દર્દીનું મૃત્યુ થયાનો આક્ષેપ કરી સારવાર આપનાર તબીબ અને કર્મચારી પર હત્પમલો કર્યેા હતો. જેથી સમગ્ર બનાવ બાદ તબીબ અને કર્મચારીને પણ ઈજા થઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સિવિલ સુપ્રીડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહિતની ટીમ હોસ્પિટલે પહોંચી હતી. તબીબો પર હત્પમલો થવાના બનાવ મામલે રાત્રિથી જ હત્પમલાખોરને ઝડપી લેવાની માંગ સાથે અને હત્પમલા ના વિરોધમાં મેડિકલ કર્મચારીઓ અને તબીબો સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ ધરણા પર બેસી વીજળીક હડતાલ પર ઉતર્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ હજુ હડતાલ પૂર્ણ થઈ નથી અને મેડિકલ કર્મીઓની ટીમે હત્પમલાખોર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. બનાવને લઈ એ ડિવિઝન અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતની ટીમ પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે વિગતો મેળવવામાં આવી રહી છે અને ફરિયાદની તજવીજ હાથ ધરી છે. તબીબો પર થયેલા હત્પમલા મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્રારા પણ સખત વિરોધ કર્યેા હતો અને કર્મચારીઓને યોગ્ય થાય તેવી સત્તાધીશો અને પોલીસની ટીમને રજૂઆત કરવામાં આવી હતી. ડીવાયએસપીના જણાવ્યા મુજબ સમગ્ર મામલે આરોગ્ય સેવા કર્મીઓ પર થયેલા હત્પમલા અંગે તપાસ કરવામાં આવી રહી છે.  સમગ્ર બનાવ મામલે પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પણ મેડિકલ કર્મચારીઓ દ્રારા હડતાલ પૂર્ણ કરી નથી હડતાલ પૂર્ણ નહીં થાય તો દર્દીઓની હાલત કફોડી થવાની શકયતા સેવાઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application