ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ ગાંધીનગર મુકામે જુની પેન્શન યોજના ચાલુ કરવા, ફિક્સ પે નાબૂદ કરવા તથા કર્મચારીઓને લગતા વિવિધ પ્રશ્નો માટે ગુજરાતના મુખ્યમંત્રી ને વ્યક્તિગત આવેદનપત્ર આપવા માટે ગુજરાત ભર માંથી હજારો શિક્ષકોની મેદની ગાંધીનગર મુકામે ઉમટી પડી હતી. જૂની પેન્શન યોજના ને લગત કર્મચારીઓમાં ખૂબ જ ભારે રોષ જોવા મળ્યો હતો. કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે નારા લગાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમના ભાગરુપે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઇ ગોરીયા, મહામંત્રી અશોકભાઈ કરમુર, રાજ્ય ઉપ પ્રમુખ સુકલભા સુમણિયા તથા ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા, ચારેય તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખઓ, ઉપપ્રમુખઓ, મહામંત્રીઓ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષકો પણ ગાંધીનગર મુકામે પહોંચ્યા હતા. અને પોતાની માંગ વ્યક્તિગત આવેદનના રુપે કરી હતી. જો જૂની પેન્શનની માંગ સ્વીકારવામાં નહિ આવેતો ભવિષ્યમાં સરકાર સામે માંગણીઓના ઉકેલ માટે આંદોલન ચાલુ રાખવામાં આવશે તેમ સરકારી કર્મચારીઓ દ્વારા રોષ ભેર જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech