ગુજરાત સરકારે એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને માટે ઓ.પી.એસ. લાગુ કરાતા કર્મચારીઓ દ્વારા આવકાર: રાજ્ય આચાર્ય સંઘની ટીમને જહેમત બદલ અભિનંદન પાઠવાયા
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 1 એપ્રિલ 2005 પહેલા ભરતી પામેલા 60,000 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો પરિપત્ર કરતા રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળના કર્મચારીઓમાં પુન: દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કર્મચારી મોરચા દ્વારા સરકારે લીધેલા નિર્ણયને આવકાર આપવામાં આવ્યો હતો અને 1-4-2005 પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનામાં સમાવવાનો ઠરાવ કરતા જામનગર જિલ્લાના વિવિધ સંઘના હોદેદારોએ આ નિર્ણયને વધાવ્યો હતો.
જામનગરમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળ દ્વારા ભવ્ય આતશબાજી તેમજ મીઠા મોં કરાવીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી સાથે સાંસદ પૂનમબેન માડમ, દિવ્યેશભાઈ અકબરીના કાયર્લિય ખાતે અને જિલ્લા ભાજપ સંગઠનના કાયર્લિય જઈને હોદ્દેદારોની મુલાકાત લઇ, બુકે આપી મીઠામાં કરાવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજ્ય શૈક્ષણિક કર્મચારી મહામંડળના પ્રમુખ તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, રાજ્યના અધ્યક્ષ જે.પી. પટેલ, કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, નગરપ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના લક્ષ્મણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, પંકજભાઇ વીરડીયા, માઘ્યમિક મંડળોના અગ્રણીઓ કમલેશભાઇ નંદાણીયા, વિજયભાઇ ચાંદ્રા, આદેશભાઇ મહેતા, નગરપ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઇ માંકડીયા, સંજયભાઇ ચાંદ્રા, ભાવીશાબેન ડાંગર, યુવરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શ્રીરામ સેજપાલ અને યુવરાજસિંહ રાણા સહિતના અગ્રણીઓએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો. આ પરિપત્ર માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી હોય, સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદારો દ્વારા રાજ્યની ટીમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. સાથે સાથે ઠેર ઠેર મીઠા મોં કરાવીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech