મેવાસાની પરપ્રાંતીય બાળકીને સર્પદંશ થતાં ૧૦૮ દ્વારા તાકીદની સારવાર

  • July 10, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે રહેતા એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની આઠ વર્ષની પુત્રી અંજલી રાકેશભાઈ વરકોરિયાને સર્પદંશ થતા આ અંગે તેણીના પિતા દ્વારા ઈમરજન્સી ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને રાણ-લીંબડીના ૧૦૮ ની ફરજ પર રહેલા ઈએમટી મુકેશભાઈ બાંભણિયા તથા પાયલોટ અક્ષયભાઈ ચૌહાણ આ સ્થળે દોડી ગયા હતા. આ સ્થળે પહોંચતા બાળકીને શ્વાસમાં તકલીફ થતી હોવા સાથે ઉલટી અને આંખે અંધારા આવતા હોવાથી આ બાળકીને તાત્કાલિક કૃત્રિમ શ્વાસ આપી અને સાથે સાથે એન્ટી સ્નેક વિનોમ ઇન્જેક્શનના ડોઝ પણ આપવામાં આવ્યા હતા. અહીં બાળકીને જરૂરી સારવાર બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત સ્થિર બની રહી હતી. આમ, ઈમરજન્સી ૧૦૮ એ સર્પદંશ થતા પરપ્રાંતિય બાળાનો જીવ બચાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application