દોહા-હોંગકોંગ ફ્લાઈટમાં રસ્તામાં ટેક્નિકલ ખામી સર્જાઈ, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
દોહા-હોંગકોંગ ફ્લાઈટમાં રસ્તામાં ટેક્નિકલ ખામી સર્જાઈ, અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
October 14, 2025 03:23 PM
દોહા-હોંગકોંગ ફ્લાઈટમાં રસ્તમાં જ ટેક્નિકલ ખામી સર્જાતા અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો કોલ મળતા એરપોર્ટ ઓથોરિટીએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આથી ચાંદખેડાથી ફાયરની ત્રણ ગાડીઓ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. તેમજ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. જોકે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડ થઈ હતી.
ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની તપાસ ચાલુ
મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પર કતાર એરવેઝની એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીના પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી. હાલમાં ફ્લાઇટમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીની તપાસ ચાલી રહી છે અને ખામી દૂર થયા બાદ ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરશે.