‘ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ...’, ઈલોન મસ્કની અઠવાડિયાની કમાણી અધધ...8.66 લાખ કરોડ રૂપિયા

  • December 18, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા એક સપ્તાહમાં ઈલોન મસ્કની નેટવર્થમાં 100 અબજ ડોલરથી વધુ (ભારતીય કરન્સી મુજબ 8.66 લાખ કરોડ)નો વધારો થયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો આ વધારો 31 અબજ ડોલરથી વધુ છે. 17 ડિસેમ્બરે પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિની સંપત્તિમાં 12 અબજ ડોલરથી વધુનો વધારો થયો હતો. હવે ઈલોન મસ્કને 500 બિલિયન ડોલરને પાર કરવા માટે માત્ર 14 બિલિયન ડોલરની જરૂર છે. 


વિશ્વના સૌથી અમીર બિઝનેસમેન ઈલોન મસ્કની સંપત્તિમાં વધારો અટકવાનું નામ લેતો નથી. જો આંકડાઓ પર નજર કરીએ તો 17 ડિસેમ્બરે તેમની નેટવર્થમાં 12 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો. જે બાદ તેમની કુલ સંપત્તિ 486 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં તેમની કુલ નેટવર્થમાં 257 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે, ઈલોન મસ્કની નેટવર્થમાં 112.4 ટકાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં, જેફ બેઝોસ 250 બિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે, જે ઈલોન મસ્કની કુલ સંપત્તિનો લગભગ અડધો ભાગ છે.


છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો ઈલોન મસ્કની સંપત્તિમાં 100 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા, 12 ડિસેમ્બરે, એલોન મસ્કની કુલ સંપત્તિ 384 બિલિયન ડોલર હતી. જેમાં ત્યારથી અત્યાર સુધીમાં 102 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જેમાં સૌથી મોટો ફાળો તે 67 અબજ ડોલરનો છે, જે એક જ દિવસમાં વધી ગયો છે. 11 ડિસેમ્બરના રોજ, સ્પેસએક્સ રોકાણકારોએ તેમના રોકાણકારો પાસેથી શેર ખરીદ્યા હતા. જેના કારણે કંપનીના વેલ્યુએશનમાં વધારો થયો હતો. જેમાં ઈલોન મસ્કને 45 અબજ ડોલરનો વધારો મળ્યો છે. ટેસ્લાના શેરમાં વધારાને કારણે ઈલોન મસ્કને 22 બિલિયન ડોલરનો ફાયદો થયો હતો. એક દિવસ અગાઉ 16 ડિસેમ્બરે ઈલોન મસ્કની સંપત્તિમાં 19 બિલિયન ડોલરનો વધારો થયો હતો.

ઈલોન મસ્ક હવે 500 બિલિયન ડોલરથી માત્ર એક ડગલું દૂર છે. તેમને માત્ર 14 અબજ ડોલરની જરૂર છે. જે આજની નેટવર્થમાં વધી શકે છે. જો ફેડ કિંમતમાં 25 બેસિસ પોઈન્ટનો પણ ઘટાડો કરે તો ડોલર ઈન્ડેક્સ વધશે અને ટેસ્લાના શેરમાં વધારો જોવા મળશે. જેના કારણે આપણે ઈલોન મસ્કની સંપત્તિમાં 12થી 15 અબજ ડોલરનો વધારો સરળતાથી જોઈ શકીએ છીએ. જો કે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ઈલોન મસ્કની સંપત્તિમાં 222 અબજ ડોલરનો વધારો થયો છે. ડિસેમ્બર મહિનામાં 143 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application