માનવ મગજમાં કોમ્પ્યુટર ચિપ ઇમ્પ્લાન્ટ કરશે ઇલોન મસ્ક, વિચાર માત્રથી કામ કરશે માઉસ અને કીબોર્ડ

  • September 21, 2023 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ વાનરો પર કરાયેલો પ્રયોગ સફળ  કેલીફોર્નીયા  વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્ક ટૂંક સમયમાં માનવ મગજમાં કોમ્પ્યુટર ચિપ ઈમ્પ્લાન્ટ કરવા જઈ રહ્યા છે. મસ્કની કંપની ન્યુરાલિંકને માનવ મગજમાં ચિપ લગાવવાની પરવાનગી મળી ગઈ છે અને કંપની હવે પ્રથમ વ્યક્તિની શોધ કરી રહી છે. શરૂઆતમાં, ગરદનની ઈજા અથવા એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસને કારણે લકવાગ્રસ્ત વ્યક્તિના માથામાં ચિપ લગાવવામાં આવશે. મસ્કની કંપનીએ દર્દીઓની શોધ શરૂ કરી દીધી છે અને આ ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. આ અભ્યાસ પૂર્ણ કરવામાં કંપનીને ૬ વર્ષ લાગશે. જો ટ્રાયલ સફળ થશે તો ન્યુરાલિંકના કારણે લકવાગ્રસ્ત લોકો ભવિષ્યમાં સારું જીવન જીવી શકશે.    

ઇલોન મસ્ક ૧૦ લોકો પર ન્યુરાલિંક ચિપ અજમાવવા માંગતા હતા, પરંતુ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ સુરક્ષાના કારણોસર ૧૦ લોકો પર કંપનીને મંજૂરી આપી નથી. જો કે આ માટે કેટલા લોકોને મંજૂરી આપવામાં આવી છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.     ઇલોન મસ્કની કંપની માનવ ટ્રાયલના ભાગરૂપે રોબોટ દ્વારા માનવ મગજમાં બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ ઈમ્પ્લાન્ટ કરશે. તેની મદદથી વિચારોને કાર્યમાં રૂપાંતરિત કરવામાં આવશે. શરૂઆતમાં કંપનીનું લક્ષ્ય કીબોર્ડ અને માઉસ જેવા બાહ્ય ઉપકરણોને ચિપની મદદથી નિયંત્રિત કરવાનું છે. એટલે કે વિચારોના આધારે આ ઉપકરણો આપોઆપ કામ કરશે. ૨૦૨૦ માં, ન્યુરાલિંકે કાર્યરત બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ દર્શાવ્યું જેમાં વાંદરાના મગજ દ્વારા કમ્પ્યુટર કર્સરને નિયંત્રિત કરવામાં આવ્યું હતું. જો બ્રેઈન કોમ્પ્યુટર ઈન્ટરફેસ માનવ અજમાયશ સફળ થાય તો પણ, કંપનીને આ ચિપને વ્યવસાયિક ધોરણે લાવવામાં ૧૦ વર્ષથી વધુ સમય લાગશે. મતલબ કે લકવાગ્રસ્ત લોકોને એક દાયકા પછી જ તેનો લાભ મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application