જ્યારથી મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અશ્લીલ સામગ્રી અપલોડ કરવાની સુવિધા આપી છે, ત્યારથી પ્લેટફોર્મ પર અશ્લીલ વિડીયો જ વધુ પ્રમાણમાં અપલોડ થઇ રહ્યા છે. ઘણા લોકો મસ્કના આ નિર્ણયની ટીકા પણ કરી રહ્યા છે. હવે મસ્ક યુઝર્સને પોર્ન-ફ્રીની સુવિધા આપવા માટે એક નવું ફીચર લાવી રહ્યા છે. તાજેતરમાં જ એલોન મસ્કએ યુઝર્સને X પર એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેના પછી તેને ઘણી ટીકાઓનો સાંભળવી પડી છે. હવે એક અપડેટમાં એલોન મસ્કએ કહ્યું છે કે તે એવા લોકો માટે પોર્ન-ફ્રીનું ફીચર તૈયાર કરશે કે જે આ પ્રકારનું કન્ટેન્ટ નથી જોવા માંગતા.
જ્યારે એક X યુઝરે મસ્કને પૂછ્યું કે શું તે પોર્ન-ફ્રી અપડેટ લાવવાનો છે તો શું એવું શક્ય છે કે જે અમને તેના વગર Xનો ઉપયોગ કરવાની મંજૂરી આપે.
તેનો મસ્કએ જવાબ આપ્યો કે આ ટોચની પ્રાથમિકતા છે કારણ કે વિશ્વભરના નીતિ નિર્માતાઓ સોશિયલ મીડિયા પર આવી સામગ્રીના પ્રસારને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અન્ય યુઝરે ટિપ્પણી કરી હતી કે જે લોકો ટિપ્પણી થ્રેડમાં આવી જાહેરાતો જોવા માંગતા નથી તેમના માટે મસ્કને "ગંભીરતાપૂર્વક આ બાબતનો વિચાર કરીને તેમને પણ સુવિધા આપવી જોઈએ. X પર અન્ય એક વપરાશકર્તાએ કહ્યું કે પોર્ન-ફ્રી ફીચરને સંપૂર્ણપણે પ્રતિબંધ કરો
થોડા દિવસો પહેલા મસ્કે આ ફીચરને ઓફિશિયલ બનાવ્યું હતું. જેના પર લોકોએ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. પોર્ન કન્ટેન્ટમાં ઉછાળા પર ભારે આક્રોશ પછી, અપડેટ કરાયેલ નવી નીતિમાં, પ્લેટફોર્મે જણાવ્યું હતું કે વપરાશકર્તાઓ પુખ્ત નગ્નતા અથવા જાતીય સામગ્રીને શેર કરી શકશે જે સંમતિથી બનાવવામાં અને પોસ્ટ કરવામાં આવે છે.
મે મહિનામાં, મસ્કે લાંબા લેખ માટેની, પૈસા કમાવવા માટેના કાર્યક્રમ, વડું લાંબા વિડીયો અપલોડ કરવાની વીડિયો નવી સુવિધાઓ પણ આપી હતી અને મસ્કએ કહ્યું કે સબ્સ્ક્રાઇબ કરેલા યુઝર્સ પ્લેટફોર્મ પર મૂવી, ટીવી શ્રેણી અથવા પોડકાસ્ટ પોસ્ટ કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech