વર્ષ 2024માં વિશ્વના ટોચના 20 અબજોપતિઓમાંથી 16ની સંપત્તિમાં વધારો થયો છે જ્યારે ચારને નુકસાન થયું છે. ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ ગયા વર્ષે તેમની નેટવર્થ ગુમાવનારાઓમાં સામેલ હતા. મુકેશ અંબાણીની કંપ્ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 10 વર્ષમાં પહેલીવાર નેગેટિવ રિટર્ન આપ્યું છે. આ કારણે અંબાણીની કુલ સંપત્તિમાં 5.74 અબજ ડોલરનો ઘટાડો થયો અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 17માં સ્થાને આવી ગયા. અદાણીને ગયા વર્ષે 5.60 બિલિયન ડોલરનું નુકસાન થયું હતું અને તે અમીરોની યાદીમાં 19માં સ્થાને સરકી ગયા હતા. એલોન મસ્ક 2024માં સૌથી વધુ કમાણી મામલે નંબર 1 રહ્યા. ગયા વર્ષે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની નેટવર્થમાં 203 બિલિયન ડોલરનો વધારો થયો છે, જે અંબાણી અને અદાણીની સંયુક્ત નેટવર્થ કરતાં વધુ છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અંબાણીની કુલ સંપત્તિ 90.6 બિલિયન ડોલર છે જ્યારે અદાણીની નેટવર્થ 78.7 બિલિયન ડોલર છે. એલોન મસ્ક 432 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક પછી, માર્ક ઝકરબર્ગે ગયા વર્ષે સૌથી વધુ 79.2 બિલિયન ડોલરની કમાણી કરી હતી. એનવિડીયા સીઈઓ જેન્સન હુઆંગની નેટવર્થ 70.3 બિલિયન ડોલર વધી છે, જ્યારે લેરી એલિસનની નેટવર્થ 69.2 બિલિયન ડોલર વધી છે. એમેઝોનના જેફ બેઝોસે 61.8 અબજ ડોલરની કમાણી કરી છે. માઈકલ ડેલની નેટવર્થમાં 45.2 બિલિયન ડોલરનો વધારો થયો જ્યારે લેરી પેજે 41.8 બિલિયન ડોલરની કમાણી કરી.
ફ્રેન્ચ અબજોપતિ બનડિર્ર્ આર્નોલ્ટ સૌથી વધુ પૈસા ગુમાવનાર હતા. આર્નોલ્ટ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપ્ની, એલવીએમએચ મોએટ હેનેસીના સીઈઓ છે. આર્નોલ્ટ અને તેનો પરિવાર આ કંપ્નીમાં એલવીએમએચમાં 47.5 ટકા હિસ્સો ધરાવે છે. આ લક્ઝરી હાઉસમાં હાલમાં 70થી વધુ બ્રાન્ડ્સ છે. આમાં લૂઈસ વીટન, ક્રિશ્ચિયન ડાયર, ફેન્ડી, મોએટ એન્ડ ચાંડન, હેનેસી, સેફોરા અને વેવ ક્લીકકોટનો સમાવેશ થાય છે. બનડિર્ર્ ક્રિશ્ચિયન ડાયરમાં 96.5 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે તેમની કુલ સંપત્તિમાં 31.2 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. તે 176 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને સરકી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech