શનિવારે 37 ટુકડી દ્વારા પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે પટ્ટણીવાડ, કાલાવડ નાકા, ગાંધીનગર, મચ્છરનગર, હાપા, સપડા, પસાયા-બેરાજા સહિતના વિસ્તારોમાં ઠેર-ઠેર ચેકીંગ: 78 વિજ જોડાણોમાંથી ચોરી મળી આવી
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં શનિવારે સવારથી સાંજ સુધી વિજ લોશને ડામવા માટે વિજ ચોરી પકડવા મહા અભિયાન હાથ ધરાયું હતું, પોલીસના વિશાળ કાફલા સાથે 37 ટુકડીઓ આ ચેકીંગ કાર્યવાહીમાં જોડાઇ હતી અને આખરે 78 વિજ જોડાણોમાં વિજ ચોરી મળી આવી હતી અને 45.85 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યા મુજબ શનિવારે કાલાવડ નાકા, દરબારગઢ, પટણીવાડ, ખોજાનાકા, ગાંધીનગર રેલ્વે સ્ટેશન વિસ્તાર, મચ્છરનગર, નવાગામ ઘેડ, નંદનવન પાર્ક, હાપા, સપડા, પસાયા-બેરાજા સહિતના વિસ્તારોમાં જુદી-જુદી ટીમો ત્રાટકી હતી, આ કાર્યવાહીમાં પોલીસના 16 જવાન, એસઆરપીના 8 જવાન સાથે રહ્યા હતાં અને દિવસ દરમ્યાન કુલ 476 વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતાં અને જેમાં 78માં ગેરરિતી જણાતા ા.45.85 લાખના બીલો ફટકારવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જામનગર જિલ્લો વિજ ચોરીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે છે, અહીંયા કાલાવડ નાકા, પટણીવાડ, નવાગામ ઘેડ, હાપા, જીઆઇડીસી, ગાંધીનગર, બેડી, જોડીયા ભુંગા, પટેલકોલોની સહિતના વિસ્તારોમાં સતત વિજ લોશ આવતો હોય આ વિસ્તારોમાં અવારનવાર વિજ ચોરી પકડી પાડવા અભિયાન હાથ ધરવામાં આવે છે, પરંતુ વારંવાર વિજ ચોરી ઝડપાય છે, આમ લાંબા સમય બાદ ફરીથી વિજ ચોરી પકડવાનું અભિયાન શ કરી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech