જિલ્લાના છ તાલુકામાંથી ‚પિયા ૬૧.૫૬ લાખની વીજચોરી ઝડપાઇ

  • March 29, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં વીજ ચોરીનું દુષણ હદ વટાવી ગયુ છે. છેલ્લા પંદર દિવસની અંદર જ વીજ ચેકીંગ ટુકડીઓ દ્વારા શહેર તેમજ જિલ્લાના છ તાલુકા મથકમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પંદર દિવસમાં જ ૬૭ લાખથી વધુની વીજ ચોરી પકડાઈ છે. તેમજ શહેરને બાદ કરતા માત્ર છ તાલુકમાંથી જ અધધધ  રૂ.૬૧ લાખની ચોરી ઝડપાઈ છે. વીજ ચોરીમાં સૌથી જેસરમાં લાખ અને મહુવામાં ૨૫ લાખની ચોરી પકડાઈ છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વીજ ચોરીમાં  ઘટાડો થવાને બદલે વીજ ચોરીનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તાલુકા મથકોના ગ્રામ્ય પથકોમાં મોટા ભાગના ઘર વપરાશ વીજ કનેક્શનો વીજ ચોરીથી ચાલતા હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર પી.જી.વી.સી.એલ.દ્વારા કડક હાથે ચેકીંગ હાથ ધરી દંડની વસુલાત કરવામાં આવે છે પરંતુ વીજચોરો કોઈને કોઈ પેંતરો શોધી વીજ ચોરી કરવાનું છોડતા નથી.ઘરવપરાશ વીજ કનેક્શનોમાં સૌથી વધુ રૂ.૫૧ લાખની વિજ ચોરી ઝડપાઈ છે.
છેલ્લા પંદર દિવસમાં પી.જી.વી.સી.એલ.ની વીજ ટુકડીઓ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં વીજચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.જેમાં માત્ર છ તાલુકા મથકમાંથી જ રૂા.૬૧.૫૬ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે ભાવનગર શહેરમાંથી રૂા. ૫ લાખથી વધુની વીજ ચોરી પકડાઈ છે. ગ્રામ્ય પંથકોમાં સૌથી વધુ ઘરવપરાશ, ખેતીવાડી અન ત્યારબાદ કોમર્શીયલ કનેક્શનોમાં વીજચોરી સામે આવી છે જેમાં સૌથી વધુ જેસર પંથકમાં રૂા.૨૦ લાખ અને મહુવા પંથકમાં રૂા. ૨૫ લાખની વીજચોરી પકડાઈ હોવાનું પી.જી. વી.સી.એલ. સર્કલ ઓફિસના નાયબ ઈજનેર એચ.જે. ચુડાસમાએ જણાવ્યું હતું.તદઉપરાંત ગારિયાધારમાંથી રૂા.૧.૯૫, પાલિતાણામાંથી રૂા.૪.૪૯, સિહોરમાંથી રૂા. ૨.૩૨ અને તળાજામાંથી રૂા.૭.૨૧ લાખની વીજચોરી ઝડપાઈ હતી.
જ્યારે કોમર્શિયલ કનેક્શનોમાં ભાવનગરમાં ૨, મહુવામાં ૨ વીજ કનેક્શનો, ખેતીવાડી કનેક્શનોમાં ગારિયાધારમાં ૨, મહુવામાં ૩, તળાજામાં ૫ અને ઘર વપરાશના કનેક્શનોમાં ભાવનગર ૧૫, ગારિયાધાર, ૩, જેસરમાં ૫૦, મહુવા ૫૯, પાલિતાણા ૨૮, સિહોર ૫ અને તળાજામાંથી ૬ વીજ કનેક્શનો મળી ભાવનગર શહેર તેમજ તાલુકામાં ગ્રામ્ય પંથકો સહિત ૬૬૭ જેટલા વીજ કનેક્શનોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું .જેમાં ૧૪૮ વીજ કનેક્શનોમાં રૂા. ૬૭ લાખથી વધુની વીજચોરી ઝડપાઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application