પીજીવીસીએલની ટીમે જામનગર-ખંભાળીયા પંથકમાં બોલાવી ધોસ: ગઇકાલે ખંભાળીયા પંથકમાં રુા.૪૬.૩૭ લાખની વીજ ચોરી ઝડપાઈ: ૧૦૮માં ગેરરિતી
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજે સતત બીજા દિવસે પણ જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે કુલ રૂપિયા ૪૬.૩૭ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી અને બે દિવસમાં રુા.૯૫.૬૩ લાખની વિજ ચોરી પકડવામાં પીજીવીસીએલ સફળ થયું છે.
ગઇકાલે પીજીવીસીએલની કુલ ૫૨ ટીમ દ્વારા ગઇકાલે જામનગર શહેરના દરબારગઢ, બેડેશ્વર, કાલાવડ નાકા, ગુલાબનગર અને નવાગામ વિસ્તાર ઉપરાંત ખંભાળિયા તાલુકાના ખજૂરિયા, કનકપર, પીપળીયા, જુવાંનગઢ, વિરમદડ અને સલાયા ગામ ગામમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કુલ ૬૩૪ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦૮ વીજ જોડાણમાં ગેરરિતી જણાતાં તેમના આસામીને કુલ રૂપિયા ૪૬ લાખ ૩૭ હજારના વીજ બિલ આપવામાં આવ્યા હતાં. આમ બે દિવસમાં કુલ રૂ.૯૫.૬૨ લાખની પાવર ચોરી ઝડપાઈ છે.
પીજીવીસીએલના નવા કાર્યપાલક જાડેજા આવ્યા બાદ તેમણે વિજ ચોરી પકડવા ઉપર ફોકસ કર્યુ છે અને કર્મચારીઓને જયાં-જયાં ગેરરીતી માલુમ પડે કે કોઇપણ વિસ્તારમાં વર્ષોથી વિજ લોશ આવતો હોય તેવા વિસ્તાર શોધી-શોધીને આવા કનેકશનોમાં ગેરરિતી હોય તો દંડ ફટકારવા આદેશ આપ્યો છે, જેના અનુસંધાને માત્ર બે જ દિવસમાં ૯૫.૬૩ લાખની વિજ ચોરી પકડાઇ છે, હજુ પણ વિજ ચોરી પકડવાનું અભિયાન ચાલું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech