BREAKING NEWS

ગુજરાતમાં ઈલેકિટ્રક વાહનોના વેચાણમાં માર્ચ મહિનામાં ૧૧૧ ટકાનો જંગી વધારો

  • April 02, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં પરિવર્તનનો પવન ફંકાયો છે. વૈશ્વિક ભૌગોલિક–રાજકીય તણાવ અને ઈંધણના ભાવોમાં વધઘટ વચ્ચે રાયના વાહન ખરીદદારો હવે પરંપરાગત પેટ્રોલ–ડીઝલ વાહનોને સ્થાને ઈલેકિટ્રક વાહનો (ઈ.વી) તરફ ઝડપથી વળી રહ્યા છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) ગુજરાત દ્રારા જારી કરાયેલા માર્ચ ૨૦૨૬ના લેટેસ્ટ રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.
ગલ્ફ દેશોમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અનિશ્ચિત બન્યા છે. મોંઘા ઈંધણ અને ભવિષ્યની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવા વિકલ્પો શોધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રાયની વિવિધ ડીલરશિપ પર ઈલેકિટ્રક વાહનો માટેની પૂછપરછમાં ૨૦૦% થી ૩૦૦% સુધીનો અભૂતપૂર્વ વધારો થયો છે. જોકે, વેચાણના આંકડા મુજબ આ પૂછપરછોનું વાસ્તવિક રિટેલ વેચાણમાં પાંતર થવાની ગતિ અત્યારે મધ્યમ જોવા મળી રહી છે.
આમ છતાં વેચાણમાં ૧૧૧% ની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ ૨૦૨૫ અને માર્ચ ૨૦૨૬ વચ્ચેના આંકડાની સરખામણી કરતા જણાય છે કે ઈવી સેકટરમાં ગ્રોથ ડબલ થયો છે. માર્ચ ૨૦૨૫માં ગુજરાતમાં કુલ ૫,૨૭૧ ઈલેકિટ્રક વાહનો નોંધાયા હતા, જે આ વર્ષે એટલે કે માર્ચ ૨૦૨૬માં વધીને ૧૧,૧૨૬ પર પહોંચ્યા છે. આમ, વાર્ષિક ધોરણે વેચાણમાં ૧૧૧% નો સીધો ઉછાળો નોંધાયો છે. આ સાથે જ કુલ વાહન વેચાણના બજારમાં ઈવીનો હિસ્સો ૩.૮૧% થી વધીને ૫.૭૯% થયો છે.ગુજરાત સરકાર દ્રારા પણ ઈલેકિટ્રક વ્હીકલ પોલિસી હેઠળ ગ્રાહકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સરકારે ઈવી વાહનો પરના આરટીઓ ટેકસમાં અપાતી ૫ ટકાની રાહતને માર્ચ ૨૦૨૭ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ટેકસ માફી અને ઈંધણ બચતની જોડીને કારણે મધ્યમ વર્ગના પરિવારોમાં ટુ–વ્હીલર અને ફોર–વ્હીલર બંને સેગમેન્ટમાં ઈલેકિટ્રક મોડલ્સની માંગમાં સતત વધારો થવાની શકયતા છે.નિષ્ણાતોના મતે, જો ચાજિગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધુ સુધારો થશે તો આગામી નાણાકીય વર્ષમાં ગુજરાત દેશનું અગ્રણી ઈવી હબ બનીને ઉભરશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News