ખંભાળિયા સાર્વજનિક સ્મશાનમાં ઇલેક્ટ્રિક સમસાન ગૃહ આજથી શરૂ:ટોકન ચાર્જ માત્ર સવા રૂપિયા જ

  • February 02, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં સ્વર્ગપુરી સાર્વજનિક સંસ્થાન માં આજથી ઈલેક્ટ્રીક સમશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે જેનું ટોકન ચાર્જ માત્ર સવા રૂપિયા લેખે આજ થી શરૂ થયું છે.
ખંભાળિયા પાલિકા દ્વારા સાર્વજનિક હિન્દુ સમસાનમાં ઈલેક્ટ્રીક સ્મશાન ગૃહની સવલત આપવામાં આવી હતી પણ જાણકાર ટેકનીકલ સ્ટાફ ના હોય વારંવાર બગડી જતું હોય આ ઈલેક્ટ્રીક સમસાન ઘણા સમયથી બંધ હતું જે સ્મશાન સંભાળવાની જવાબદારી સ્મશાનના ટ્રસ્ટીઓએ લેતા પાલિકા કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયાની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ કારોબારી સભામાં આ સ્મશાન સાર્વજનિક સમસાન સમિતિને સોંપવા ઠરાવ થયો હતો.
આ પછી સાર્વજન ટ્રસ્ટીઓ દ્વારા ખાસ જહેમત ઉઠાવીને આ ઈલેક્ટ્રીક સમશાન ચાલુ કરીને ચાલુ આજથી આ ઈલેક્ટ્રીક સમસાન ને માત્ર સવા રૂપિયા ના ટોકન ભાડાથી અગ્નિદાન આપવાની કામગીરી શરૂ થઈ છે જે રેકોર્ડ ગણાય છે.
પાલિકા દ્વારા રૂપિયા ૫૦૦ લેવાતા હતા હાલ ઇલેક્ટ્રિક સિવાય લાકડાના સ્મશાનમાં પણ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયા ચાલે છે ત્યારે સ્મશાન દ્વારા ઈલેક્ટ્રીક માં માત્ર ૧૦૦ માં અગ્નિદા શરૂ કરાયો છે જે ખૂબ જ પ્રેરક કાર્ય અન્ય ગામો માટે બની રહ્યું છે.
ગઈકાલે સાંજે ખંભાળિયા સ્વર્ગપુરી સ્મશાન ખાતે પ્રમુખ સુરેશભાઈ ભૂત, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, સેક્રેટરી જયેશભાઈ નાનાણી, યોગેશભાઈ મોટાણી, તેમજ પોરબંદર થી પદુભાઈ રાયચુરા માધુભાઈ મજીઠીયા, જગુભાઈ ભારદીયા, અગ્રણી પરબતભાઈ માયાણી, કૌશલ સવજીયાણી, હાર્દિક મોટાણી શક્તિનગર સરપંચ મયુરભાઈ નકુમ સહિત અગ્રણીઓએ સ્વર્ગપૂરી સ્મશાનની મુલાકાત લીધી હતી.
મૂળ લાંબા અને હાલ રાજકોટ રહેતા જગુભાઈ ખીમજીભાઈ ભારદિયા એ સાડા ચાર લાખના ખર્ચે હાઇડ્રોલિક લાકડા કાપવાનુ હેવી મશીન, તેમજ પદુભાઇ રાયચૂરા પોરબંદર વાળા તરફથી આ ઈલેક્ટ્રીક ભઠ્ઠીના સમારકામના દેખરેખ નીચે કરવામાં આવેલ હતું અને કે કે મિનરલ  ઇલેક્ટ્રિશિયલ દ્વારા એકાદ લાખ જેટલો ખર્ચો થયો તેનો અનુદાન આપવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News