અઢી વર્ષથી ટર્મ પૂરી થઈ જવા છતાં ચૂંટણી યોજાઈ શકતી નથી અને વહીવટદારોના શાસન ચાલે છે તેવી રાયની ૫,૩૧૯ ગ્રામ પંચાયતો ૧૭ તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત અને ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી સંભવત: ઓકટોબર માસના બીજા સાહમાં યોજાઈ તે દિશામાં તૈયારીઓ ચાલી રહી છે. મીની ધારાસભાની ચૂંટણી જેવી આ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ અત્યારથી જ તૈયારીમાં લાગી ગઈ છે અને મતદારો વચ્ચે જવાના કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે.
અત્યાર સુધી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કરતા હતા. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હવે દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્રારા પોતાના વિચારો વ્યકત કરશે અને આમ કરીને કાર્યકરોમાં નવો પ્રાણ ફંકવાનો પ્રયાસ કરશે. પાટીલે આ માટે ગુજરાતના ચારેચાર ઝોનમાં પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે. સૌરાષ્ટ્ર્ર ઝોનમાં યુવા મોરચાના પ્રદેશ મંત્રી અને ભાવનગરના નિલેશ ચુડાસમા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને જામનગરના આગેવાન વિનોદભાઈ ભંડેરી તથા મોરબીમાં સોશિયલ મીડિયાની કામગીરી સાથે જોડાયેલા અનિલભાઈ જેઠલોજાને આ જવાબદારી સોપવામાં આવી છે.
બીજી બાજુ સરકાર કક્ષાએ પણ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. આવતીકાલે રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ભાજપની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો જોડાવાના છે.
તિરંગા યાત્રાની પાછળ બીજો કાર્યક્રમ ગરીબ કલ્યાણ લોકમેળાનો આવી રહ્યો છે. આગામી સપ્ટેમ્બર માસમાં રાયના તમામ જિલ્લા દીઠ એક એક આવા કાર્યક્રમો યોજવામાં આવશે. જે તે વખતના મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯ થી આ કાર્યક્રમ શ કર્યેા હતો. સરકારની જુદી જુદી યોજનાના લાભો જે તે વ્યકિતને સીધા જ મળી જાય તે માટે આવા કાર્યક્રમો શ કરાયા હતા. સપ્ટેમ્બર માસમાં આવો ૧૪ મો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવશે અને તેમાં ૯૦ હજાર લાભાર્થીઓને ૧૨૫ કરોડના લાભ આપવા માટેનો ટાર્ગેટ સેટ કરાયો છે.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એક બેઠક કોંગ્રેસને મળી છે અને અન્ય ચાર બેઠકમાં તેનું પરફોર્મન્સ સાં રહ્યું છે. આ બાબતે કોંગ્રેસમાં પણ નવો પ્રાણ ફંકાયો છે અને આગામી દિવસોમાં યોજાનારી પંચાયતોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવતીકાલથી કોંગ્રેસ દ્રારા ન્યાય યાત્રાનો પ્રારભં થઈ રહ્યો છે. રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના મોરબી પુલ દુર્ઘટના સહિતના બનાવોને આવરી લઈને આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત તાજેતરના ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલી નુકસાની બાબતે પણ કોંગ્રેસ આક્રમક મૂડમાં આવી ગઈ છે. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસું સત્ર મળવાનું છે અને તેમાં પણ કોંગ્રેસ આક્રમક મૂડ અપનાવે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech