BREAKING NEWS

ગુજરાત મહાનગરપાલિકાઓમાં મે મહિનામાં વાગશે ચૂંટણીના નગારા: માર્ચમાં ૬ મનપામાં વહીવટદાર શાસન, એપ્રિલમાં જાહેર થશે કાર્યક્રમ

  • February 25, 2026 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ચૂંટણીના આયોજનને લઈને રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મે મહિનાના પ્રથમ પખવાડિયામાં રાજ્યની તમામ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ શકે છે. આ ચૂંટણી પૂર્વે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે માર્ચ મહિનામાં ચૂંટાયેલી પાંખની મુદત પૂરી થતા વહીવટદારોની નિમણૂક કરવામાં આવશે.


મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન
રાજ્યની મુખ્ય ૬ મહાનગરપાલિકાઓમાં હાલના પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાની હોવાથી ત્યાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવશે:


સમયગાળો:
૧૦ થી ૧૨ માર્ચ બાદ આ કોર્પોરેશનમાં વહીવટદાર શાસન અમલી બનશે.


મુદત:
આ શાસન અંદાજે ૧.૫ થી ૨ મહિના સુધી રહેશે, જ્યાં સુધી નવી ચૂંટાયેલી બોડી કાર્યભાર ન સંભાળે.


નવી મનપા: જે નવી મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી છે, ત્યાં ઓલરેડી વહીવટદારો કાર્યરત છે.


ચૂંટણી પંચની સજ્જતા

ચૂંટણી પંચ દ્વારા માર્ચના અંત સુધીમાં નવી મતદાર યાદી તૈયાર કરી દેવામાં આવશે. એપ્રિલ મહિનામાં આચારસંહિતા લાગુ થઈ શકે છે, જેને પગલે નવા વિકાસકામોની જાહેરાત પર બ્રેક લાગશે. ૬ જૂની અને અન્ય નવી બનેલી મહાનગરપાલિકાઓમાં એકસાથે ચૂંટણી યોજાય તેવું આયોજન હાલ વિચારાઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News