ગત તા. ૨૩ જૂનના રોજ સમસ્ત ભાટિયા યુવક મંડળ, જામનગરની સાધારણ સભા જ્ઞાતિના પ્રમુખ દિલીપભાઈ આશરના અધ્યક્ષપદે ભાટિયા મહાજન વાડી, રામબાગ ખાતે યોજવામાં આવેલી હતી.
સભાની શરૂઆતમાં પ્રમુખ દિલીપભાઈ આશરે સૌનું સ્વાગત કરી મંડળને ૨૯ વર્ષ જેટલા લાંબા સમયગાળાની સિદ્ધિઓ અને આગામી આયોજન વિશે વાત કરી, યુવાનોને આગળ આવવા અપીલ કરેલ સાથો સાથ ૨૯ વર્ષ સુધી પ્રમુખ પદે સેવા આપ્યા પછી ઉમર અને હેલ્થના કારણોસર સેવા મુક્તિ આપવા જ્ઞાતિજનોને વિનંતી કરેલ.જેના અનુસંધાને તેઓ દિર્ઘ સેવાઓ ધ્યાને લઈ, 'લાઈક લોંગ પાસ્ટ પ્રેસીડેન્ટ' (આજીવન કમિટિ મેમ્બર) તરીકે સ્વીકારી તેઓના માર્ગદર્શન હેઠળ મંડળને વધુ કાર્યરત કરવાનું સર્વે જ્ઞાતિજનોએ સર્વાનુમતે નકકી કરેલ.
ત્યારબાદ સમસ્ત ભાટિયા યુવક મંડળની કારોબારી સમિતિનો કાર્યકાળ પૂરો જાહેર કરીને આગામી ત્રણ વર્ષ માટે નવી કમિટીની રચના કરવા માટે દિલીપભાઈ આશરને ઈલેકશન ઓફીસર બનાવી કમિટી મેમ્બર્સ પસંદ કરવા માટે ઈલેકશન જાહેર કરવામાં આવેલ હતું. જેમાં સંજયભાઈ એન.આશર, વિજયભાઈ કે. આશર, જયુભાઈ વી.આશર, હર્ષદભાઈ એન ઉદેશી, અશોકભાઈ એસ.ગાંધી, અશોકભાઈ એમ.આશર, સંજયભાઈ વી.આશર, ભરતભાઈ કે.આશર, ભરતભાઈ નાણાવટી, કેતનભાઈ એલ.ગાજરિયા, કેતનભાઈ નેગાંધી, ભારતભાઈ ડી.આશર, નિહાલભાઈ એસ. ગાપી, તેજસભાઈ એ. આશર, મિહીરભાઈ ડી. ગોકળગાંધી કારૌભારી સભ્ય તરીકે પસંદગી પામેલ છે.
ત્યારબાદ નવી કારોબારીની પ્રથમ મિટીંગ યોજાયેલ જેમાં હાલ સમસ્ત ભાટિયા મહાજન ગુજરાતના પ્રમુખ તરીકે પણ સેવા આપતા સંજયભાઈ નંદલાલભાઈ આશરને પ્રમુખપદે તથા મંડળની સ્થાપનાથી મંડળ સાથે જોડાયેલ વિજયભાઈ કૃષ્ણકાંત આશરની સેક્રેટરીપદે સર્વાનુમતે પસંદગી કરવામાં આવેલી.
આ ઉપરાંત ગિરીશભાઈ ગાજરિયા, નરેશભાઈ પાલેજા (ચાંદભાઈ), તેજસ કે. સરૈયા તથા કંદર્પ નેગાંધીની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવેલ છે.આ ઉપરાંત ઘણા જ્ઞાતિજનોએ જ્ઞાતિની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરેલી તેવા જ્ઞાતિજનોની લાગણીને પણ સહર્ષ સ્વીકાર કરતા કારોબારી સમિતિ ઉપરાંત એક સહાયક સમિતિની રચના કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ડો. સમીર આશર, નવનીતભાઈ પાલેજા, પિયૂષ પી. આશર, હાર્દિક ઉદેશી, રાહુલ ઉદેશી, પાર્થ પાલેજા, પંકજભાઈ આશર, ભાવેશ ગાજરિયા, પ્રયાગ ગાજરિયા, મુકેશભાઈ પાલેજા, ઉતમ પોરમ, દિપક ગાંધી, રાજ આશર, નિખીલ આશરની નિમણુંક કરવામાં આવેલ છે.તેવું શ્રી સમસ્ત ભાટિયા યુવક મંડળ-જામનગરના સેક્રેટરી વિજયભાઈ કે.આશરની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech