મહાપાલિકાના ૫૦૦થી વધુ કર્મચારીઓને ઇલેકશન ડ્યુટી, હજુ વધુ ઓર્ડર આવશે

  • March 29, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ૪૦ શાખાઓમાંથી ૫૦૦થી વધુ કર્મચારીઓના ઇલેકશન ડુટી ઓર્ડર નીકળ્યા હોવાનું જાણવા મળે છે, ફાયર બ્રિગેડ, વોટર વર્કર્સ, રોશની, ડ્રેનેજ, સફાઇ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સહિતની આવશ્યક સેવાઓ આપતી શાખાઓ સિવાયની લગભગ અન્ય તમામ શાખાઓના સ્ટાફને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. અનેક કર્મચારીઓએ પોતાનો ચૂંટણી ફરજનો ઓર્ડર કેન્સલ કરાવવા રાજકીય ભલામણો કરાવવા દોડધામ શ કરી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ કઇ શાખામાંથી કેટલા કર્મચારીઓના ચૂંટણી ફરજના ઓર્ડર નીકળ્યા છે તેની સંકલિત વિગતો ઉપલબ્ધ નથી પરંતુ મહાપાલિકાની ૪૦ શાખાઓના કુલ ૪૩૦૦થી વધુ કર્મચારીઓમાંથી પ્રથમ તબક્કામાં અંદાજે કુલ ૫૦૦થી વધુ કર્મચારીઓના ઓર્ડર નીકળ્યા છે. જો કે આ હજુ શઆત છે આગામી દિવસોમાં હજુ વધુ ઓર્ડર નીકળશે.આગામી લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી થતાની સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, ફાયર બ્રિગેડ કમિટિ ચેરમેન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન સહિતના પદાધિકારીના સત્તાવાર વાહનો કચેરીમાં જમા લેવાયાં છે, દરમિયાન હવે જિલ્લા વહીવટી તત્રં દ્રારા વાહનોનું રિકવીઝેશન શ કરાય તે સાથે મ્યુનિ. વાહનો પણ ચૂંટણી ફરજમાં મોકલાશે. મહાપાલિકા કચેરી પાસે માલિકીના ૧૦૦ જેટલા વાહનો છે (કોન્ટ્રાકટ બેઝ ઉપર ચાલતા વાહનો અલગ)તેમાંથી દરેક ચૂંટણીમાં લગભગ અડધોઅડધ વાહનો ચૂંટણી ફરજ ઉપર મોકલાય છે

સેક્રેટરી બ્રાન્ચ સ્ટાફના પણ ઓર્ડર નીકળ્યા કમિશનર બ્રાન્ચમાંથી કોઇનો સમાવેશ નહીં
હાલ સુધી સેક્રેટરી બ્રાન્ચ અને મ્યુનિ.કમિશનર બ્રાન્ચના કર્મચારીઓનો ચૂંટણી ફરજમાં સમાવેશ થતો નહીં કારણ કે સેક્રેટરી બ્રાન્ચમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન સહિતના મુખ્ય પદાધિકારીઓના પીએ અને પીએસ વિગેરે ફરજ બજાવતા હોય છે જેથી ચૂંટણી દરમિયાન પણ કચેરીમાં તેમની ઉપસ્થિતિ જરી બની રહે, તદઉપરાંત કમિશનર બ્રાન્ચએ વહીવટી પાંખની મુખ્ય બ્રાન્ચ હોય ત્યાં પણ સ્ટાફની હાજરી હોવી જરી બને. અલબત્ત લોકસભાની આગમી ચૂંટણીમાં આ પરંપરા તૂટી છે. સેક્રેટરી બ્રાન્ચમાંથી પીએસ ટુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિમાંશુભાઇ મોલિયા, મયુરભાઇ ચાવડા સહિતના સ્ટાફના ઓર્ડર નીકળ્યા હોવાનું જાણવા મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application