શહેરના મિલપરામાં ઘરે પહેલા માળેથી નીચે પટકાતા સતાયુ વયના વૃધ્ધાનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ કાંન્તા સ્ત્રીવિકાસ ગૃહ મેઇન રોડ પર મીલપરા શેરી નં.૧૩માં રહેતા કંકુબેન મનજીભાઇ મંજુરાસ (ઉ.વ.૧૦૦)ના કાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પહેલા માળે આવેલી અગાશીએથી પડી જતા આસપાસન લોકો દોડી ગયા હતા અને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં અને ચાર પુત્રી છે. વૃધ્ધના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.