જસદણ તાલુકાના જંગવડ ગામમાં સરકારી જમીન પરના દબાણ અંગે તલાટી મંત્રીનું ધ્યાન દોરવા બાબતે વૃધ્ધાને ધારીયાના ઘા ઝીંકી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં જસદણ પોલીસ મથકમાં માતા–પુત્ર સામે ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જસદણના જંગવડ ગામે રહેતાં કુંવરબેન બાવચંદભાઈ મકવાણા (ઉવ.૭૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લાલજી ઉર્ફે લાદેન ગોબર ધોડકીયા અને લીલાબેન ગોબર ધોડકીયા (રહે. બંને જંગવડ) ના નામ આપ્યા છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. ૧૨ ના જંગવડ ગામે જુના રામજી મંદીર પાસે તેઓનું જુનુ મકાન આવ્યું છે, જે મકાને તેઓ અને તેમનો પુત્ર રમેશભાઇ રિપેરીંગ કરતા હતા ત્યારે ગામના તલાટી મંત્રી આવ્યા હતાં. જેથી ત્યાં શેરીમાં લાલજી ઉર્ફે લાદેન ઘોડકીયાએ દબાણ કરેલ હોય જે દબાણ મંત્રીનું ધ્યાન દોયુ હતું. દરમિયાન લાલજી ઘોડકીયા માતા–પુત્રને ગાળો દેવા લાગેલ જેથી ગાળો બોલવાની ના પાડતા તે તેના ઘરેથી લોખંડનુ ધારીયુ તથા તેમના મમ્મી લીલાબેન ઘોડકીયા લોખંડનો પાઇપ લઇને આવેલ જેથી તેઓ માતા–પુત્ર મકાનની અંદર જતા રહ્યા હતા. બાદમાં લાલજી ડેલી પાસે આવી માતા–પુત્રને કહેલ કે, હવે પછી મારા મકાનના દબાણ બાબતે કોઇને રજુઆત કરી છે, તો તને તથા તારા દિકરાને જાનથી મારી નાખીશ તેમ કહી મોટા અવાજથી ગાળો બોલવા લાગેલ હતો. જે બાદ લોકો આવી જતા લાદેન બોલતો હતો કે બહાર નિકળો કાપી નાખવા છે અને જાનથી મારી નાખવા છે. ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, તેઓને મકાન રિપેરીંગનુ કામકાજ હોય ત્યારે આ લાદેન કામ કરતા લોકોને હેરાન પરેશાન કરતો હોય જેથી તલાટી મંત્રીને બોલાવી આ લાદેન દ્રારા દબાણ કયુ છે તે બતાવતા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.