જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારુ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારધારાના કેસો શોધી કાઢવા અંગે સુચના કરી હતી.
દરમ્યાન એલસીબ સ્ટાફના પોલીસ હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે જોડીયા ટાઉનમાં હનીફ દાઉદ સના વાઘેર રહે. જોડીયાવાળો જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગર રમી રમાડી પૈસાની હારજીત કરતો હોય તેની પાસેથી રોકડા ૩૭૦૦ તથા વર્લી મટકાનું સાહિત્ય સાથે મળી આવતા પકડી પાડી આગળની કાર્યવાહી કરી હતી.
***
જામજોધપુર પોલીસ સ્ટેશનના જુગારધારા ના કેસના વયોવૃદ્ધ ફરારી આરોપી ઝડપાયા
જામજોધપુર પોલીસ સ્ટેશનના જુગાર ધારાના એક કેસમાં નાસ્તા ફરતા આરોપીને જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે ઝડપી લીધા છે, અને જામજોધપુર પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
જામજોધપુરના પોલીસ મથકમાં અગાઉ જુગાર ધારા અંગેનો એક કેસ નોંધાયો હતો, જેમાં જામજોધપુરના વતની મહેન્દ્ર ભાઈ છગનભાઈ ચનિયારા નામના ૬૨ વર્ષના બુઝુર્ગ ને ફરારી જાહેર કરાયા હતા, અને લાંબા સમયથી આરોપીના નાસતા ફરતા રહ્યા હતા. દરમિયાન જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી જામજોધપુર ટાઉનમાં આવ્યા છે. જે દરમિયાન ગઈકાલે મોડી સાંજે વોચ ગોઠવી આરોપી મહેન્દ્રભાઈ ચનીયારા ને ઝડપી લઈ જામજોધપુર પોલીસ મથકમાં સુપત્ર કરી દીધા છે.
***
દ્વારકામાં છરી સાથે યુવાન ઝડપાયો: ઓખામાં વરલીપ્રેમી ઝબ્બે
ખંભાળિયા તાલુકાના કુવાડીયા પાટીયા પાસે રહેતા અમર સવા ધાંધલ નામના ૨૫ વર્ષના મારવાડી શખ્સને દ્વારકા પોલીસે સ્થાનિક બસ સ્ટેશન સામેના વાલ્મિકીવાસ પાસેથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અમર જુનસ ભાયા નામના ૨૨ વર્ષના મુસ્લિમ શખ્સને સ્થાનિક પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech