ગોંડલના મોટા દડવા પાસે કારની હડફેટે બાઇકચાલક વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત

  • March 27, 2025 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના મોટાદડવા ગામે રહેતા પટેલ વૃધ્ધન બાઇકને અહીં ગામ પાસે ઇશ્ર્વરીયા પાટિયા પાસે કારે પાછળથી ઠોકર મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા હતાં.જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. વૃધ્ધ ગોંડલના માંડવા ગામે આધારકાર્ડ લીંક કરાવવા માટે ગયા બાદ ઘરે પરત ફરતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવ અંગે વૃધ્ધના પુત્રના ફરિયાદ પરથી આટકોટ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુબજ, ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા શંભુભાઇ રવજીભાઇ વસાણી(ઉ.વ ૬૫) નામના વૃધ્ધ તા. ૨૫/૩ ના સવારે અહીં ગામ નજીક આવેલા ઇશ્ર્વરીયા ગામના પાટીયા પાસે બાઇક લઇને જતા હતાં.ત્યારે પાછળથી તેમના બાઇકને સફેદ કલરની વેગનાર કાર નં.જી.જે ૧૭ બી.એચ. ૯૩૬૪ એ હડફેટે લઇ બાદમાં આ કાર પલટી ખાઇ ખાડામાં ખાબકી હતી.અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પટેલ વૃધ્ધ શંભુભાઇનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પટેલ વૃધ્ધ શંભુભાઇને સંતાનમાં ત્રણ પુત્ર છે તેઓ હાલ નિવૃતીનું જીવન પસાર કરતા હતાં. તા. ૨૫ ના સવારે તેઓ બાઇક લઇને ગોંડલના માંડવા ગામે આધારકાર્ડ લીંકઅપ કરાવવા માટે ગયા હતાં.અહીં કામ પુરૂ થયા બાદ પરત ઘરે આવી રહ્યા હતાં.ત્યારે ઇશ્ર્વરીયા ગામના પાટીયા પાસે અકસ્માતની આ ઘટના બની હતી.બનાવ અંગે વૃધ્ધના પુત્ર જયેશભાઇ શંભુભાઇ વસાણી(ઉ.વ ૪૫) ની ફરિયાદ પરથી આટકોટ પોલીસે અકસ્માત સર્જી વૃધ્ધનું મોત નિપજાવનાર વેગેનાર કાર નં..જી.જે ૧૭ બી.એચ. ૯૩૬૪ ના ચાલક સામે આટકોટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application