ભડભીડ ટોલનાકા નજીક ગાય આડી ઉતરતા બાઈક ચાલકનું વૃદ્વનું મોત

  • September 04, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભડભીડ  ટોલનાકા નજીક બાઇક લઈને પસાર થઈ રહેલા વૃદ્ધના વાહન આડે ગાય આવી જતાં વૃદ્ધને ગંભીર પ્રકારની  ઈંજા પહોંચી હતી. તેમના સારવાર  માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બાબુભાઇ બોરસણીયા (ઉ.વ.૬૫) ગઇકાલે સાંજે તેમનું વાહન લઈને ટોલનાકા પાસેના રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે ગાય આડી આવતાં અકસ્માત સર્જાયો હતો અને તેમને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. આજે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application