ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેડૂતવાસ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ મહિલાઓને ઝડપી.લીધા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે ખેડૂતવાસ રૂવાપારી રોડ પર રેડ કરી જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી રોકડ રૂ.૨૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ કચેરી ખાતેથી મળતી માહિતી અનુસાર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં શહેરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખાનગી રહે બાતમી.મળી હતી કે, ખેડુતવાસ, રૂવાપરી રોડ, બાલા હનુમાન મંદિરવાળા ખાંચામાં જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો હાર-જીતનો જુગાર રમે છે. જે માહિતી આધારે રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતા આઠ મહિલાઓ ઝડપાયા હતા. પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા ઉજીબેન જીણાભાઇ પરશોત્તમદાસ ગોહેલ (ઉ.વ.૫૫), વસંતબેન દિનેશભાઇ વિઠ્ઠલભાઇ વાઘેલા (ઉ.વ.૩૫), હંસાબેન હિંમતભાઇ ગોબરભાઇ રાઠોડ (ઉ.વ.૪૦), સોનીબેન મનિષભાઇ બળુભાઇ રાઠોડ (ઉ.વ.૪૦), જીવુબેન અરવિંદભાઇ ભનુભાઇ વાઘેલા (ઉ.વ.૪૨), શારદાબેન રાજેશભાઇ જેન્તીભાઇ રાઠોડ (ઉ.વ.૪૬), રેખાબેન W/O શાંતિભાઇ નાથુભાઇ સોલંકી (ઉ.વ.૪૫, તમામ રહે.બાલા હનુમાન મંદિરવાળા ખાંચામાં, રૂવાપરી રોડ, ખેડુતવાસ) અને શારદાબેન બુધાભાઇ નારણભાઇ સોલંકી (ઉ.વ.૪૨ રહે.કુંભારની વાડી પાસે, વડવા તલાવડી)ને ઝડપી લીધા હતા. જે તમામ પાસેથી રોકડ રકમ રૂપિયા ૨૧,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech