BREAKING NEWS

ઉપલેટામાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત મહિલા સહિત આઠ ખેલી ઝબ્બે

  • April 15, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટા શહેરમાં દારુ–જુગારની બદીઓ નાબુદ કરવા એસ.પી.ના આદેશના પગલે સ્થાનિક પોલીસને મળેલી બાતમીને આધારે દરોડો પાડતા ફલેટમાંથી સાત મહિલા સહિત આઠ લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. શહેરના બીએપીએસ મંદિર પાસે આવેલ નીરા એપાર્ટમેન્ટમાં બીજા માળે બ્લોક નં-૨૦૩માં જુગારનો અખાડો ચાલતો હોવાનું પોલીસને બાતમી મળી હતી ત્યારે પીએસઆઈ બગડા, એએસઆઈ ધરમચદં હરેશભાઈ ઝાંબુકીયા, કૌશિકભાઈ જોષી, રીનાબેન દાફડા પોલીસ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીને આધારે દરોડો પાડતા મકાન માલિક યોતિબેન જગદીશભાઈ ખાંટ રહે.નિરા એપાર્ટમેન્ટમા રહેતા રિનાબેન શૈલેષભાઈ માણાવદરીયા રહે. આલ્ફા સ્કૂલ પાસે પાનેલીમોટી, અન્સોયાબેન અશોકભાઈ ડેડાણીયા રહે. આદર્શ શેરી ઉપલેટા, રસીલાબેન અતુલભાઈ પાદરીયા રહે. આદર્શ ગલી ઉપલેટા, દિશાબેન હરસુખભાઈ મણવર રહે. પટેલ પાર્ક રાજકોટ, સાધનાબેન કાન્તીભાઈ માકડીયા રહે.વેસ્ટર્ન પાર્ક બ્લોક નં-એ,૨ ઉપલેટા, રસ્મિતબેન ચંદ્રેશભાઈ વિરોજા રહે. વર્ધમાનનગર ઉપલેટા, જગદીશભાઈ કેશવભાઈ ખાંટ રહે.નિરા એપાર્ટમેન્ટ ઉપલેટાવાળાને રોકડ રકમ ૩૫,૪૫૦ મળી આવતા મહિલા તથા પુરુષ સામે જુગાર ધારા કલમ ૪–૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News