ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં રહેતા અને રાજકોટમાં નોકરી કરનાર યુવાનને અહીં રાજકોટમાં તેની સાથે નોકરી કરનાર ગોંડલના યુવાન સાથે સામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં આ વાતનો ખાર રાખી યુવાન અહીં ગોંડલમાં હતો ત્યારે આ શખસ તથા તેની સાથેના 8 શખસોએ મળી યુવાનને ઢીકાપાટુ તથા ધોકા વડે મારમારી તેના મોબાઈલમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલના ભગવતપરા શેરી નંબર 29/12 ના ખૂણે રહેતા દિપક બાઉદીનભાઈ પરમાર (ઉ.વ 21) નામના યુવાને ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટમાં ભક્તિનગર શેરી નંબર પાંચમાં આવેલી આર.કે એન્ટરપ્રાઇઝમાં મ્યુચ્યુઅલ ફંડ અંગેનું કામ કરે છે અને દરરોજ રાજકોટથી ગોંડલ અપડાઉન કરે છે. ગત તા.7/1 ના રોજ સાંજના તે રાજકોટથી ગોંડલ આપ્યા બાદ અહીં ગુંદાળા દરવાજા પાસે તેમની કેબિન હોય ત્યાં જતો હતો. દરમિયાન રાજકોટમાં તેની સાથે નોકરી કરતો રાજદીપ પઢિયાર તથા તેની સાથે ઉદીત, પૃથ્વી અને અહેમદ અહીં આવ્યા હતા અને રાજદીપએ યુવાન સાથે બોલાચાલી કરી કહેતો હતો કે, રાજકોટ તું મારી સામે શું જોતો હતો? તેમ કહી યુવાને ઢીકાપાટુ તથા ધોકા વડે મારમાર્યો હતો તેમજ કહ્યું હતું કે, આજે તો બચી ગયો પણ હવે મારી સામું જોઇશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. હુમલામાં યુવાનને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે રાજદીપ, ઉદીત, પૃથ્વી, અહેમદ અને તેની સાથેના પાંચ થી છ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાઈટમાં ટ્રેન જેવો માહોલ, પેસેન્જરે ટ્રેનના ચા વિક્રેતાની જેમ પ્લેનમાં ચા પીરસી
January 10, 2025 04:59 PMઆ જાણીને નવાઈ લાગશે: રેસ્ટોરન્ટએ વાનગીના જ નામ અભણ, વિદ્વાન, હોંશિયાર રાખ્યા
January 10, 2025 04:55 PMમગરનું માથું લઈ મુસાફર કેનેડા જવા નીકળ્યો, દિલ્હી એરપોર્ટ પર ચેકિંગમાં પકડાયો ને પછી થયું આવું...
January 10, 2025 04:32 PMદુનિયાની અનોખી આદિજાતિ: દૂધમાં લોહી ભેળવીને પીવે છે
January 10, 2025 04:28 PMવૃંદાવનધામમાં ધ્વજાજી ઉત્સવ રાજકોટવાસીઓ માટે સંભારણું
January 10, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech