કાશ્મીરમાં ફસાયેલાં ગુજરાતી પ્રવાસીઓને વતન પરત લાવવા માટે કવાયત શરુ

  • April 24, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી. જેમાં ગુજરાતના 3 લોકોનો સમાવેશ થાય છે. એ સિવાય ગુજરાતના કેટલાક લોકો હજી કાશ્મીરમાં ફસાયેલાં છે. ત્યારે આજે ગુજરાત સરકાર દ્વારા એ પ્રવાસીઓને પાછા લાવવા કામગીરી હાથ ધરી છે. સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓની માહિતી મંગાવવામાં આવી છે.

ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે તેમજ જરૂરી મદદ મેળવી શકશે.કંટ્રોલ રૂમ નં. - 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભોગ બનનાર પરિવારજનો માટે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર આ હુમલામાં જીવ ગુમાવનાર ગુજરાતના પ્રવાસીઓના પરિવારજનોને રૂપિયા 5 લાખની સહાય તેમજ ઘાયલોને રૂપિયા 50,000ની સહાય કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application