હીરામંદીની અસર, મોટા ખૂટવડાના રત્નકલાકારે બનાવી નકલી નોટો

  • August 12, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના મોટા ખૂટવડાનો વતની અને હાલ કામરેજના શ્રીજી એવન્યુ બિલ્ડિંગ નંબર ૫, ફ્લેટ નંબર ૫૦૬માં  રહેતો ૨૭ વર્ષીય યુવાનને સુરત એલસીવીએ  ભારતીય ચલણની નકલી નોટ સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી હીરામાં મંદી હોય બેરોજગાર બનેલા યુવાને નકલી નોટ બનાવી બજારમાં ફરતી કરી હોવાનું ખુલ્યું હતું.  મૂળ ભાવનગર જિલ્લાના મોટાખુટવડાનો વતની અને સુરતના કામરેજમાં રહી હીરા ઘસવાનું કામ કરતો કરણ ગુણવંતભાઈ વાઢેરનામના  રત્નકલાકાર  યુવાનને સુરત એલસીબીએ સાથે રાખી રહેઠાણના સ્થળે દરોડા પાડયા હતા. જ્યાથી નકલી નોટોનો જથ્થો પકડાયો હતો.

કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં.બી-૫૦૬ માં રહેતો કરણ ગુણવંતભાઇ વાઢેર પોતાનાં ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હોવાની  બાતમીના આધારે પોલીસે આ ફ્લેટ પર રેડ કરી નકલી નોટો સાથે રત્નકલાકારને ઝડપી પાડયો હતો. પોલીસે જેની પુછપરછ કરતા ત્યાંથી ૩૪ હજાર કિંમતની ૫૦૦ નાં દરની ૬૮ નંગ નોટો, ૨૨ હજાર ૮૦૦ની  કિંમતની ૨૦૦  નાં દરની ૧૧૪ નંગ નોટો, ૩૨૦૦ કિંમતની ૧૦૦ નાં દરની ૩૨ નંગ નોટો મળી કુલ ૬૦ હજાર કિંમતની ૨૧૪ નકલી ચલણી નોટો મળી આવી હતી તેમજ ૭૬ હજાર કિંમતની ૫૦૦, ૨૦૦અને ૧૦૦ના  દરની પ્રિન્ટ કરેલી નકલી ચલણી નોટો છાપવા મૂકી હતી, ૧૫ હજાર કિંમતનું ચલણી નોટો છાપવા માટેનું કલર પ્રિન્ટર, ૫ હજાર કિંમતનો એક મોબાઇલ, ૬ હજાર રોકડા મળી ૧૫૬૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલો કરણ વાઢેર એક ડબલ કરવાના બહાને નકલી નોટ પધરાવતો હોવાનું પણ ખુલ્યું હતું. હાલ પોલીસે કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application