આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે શૈક્ષણિક બદલાવ: બાળકોની માનસિક સ્થિતિ જાણી શકાશે

  • November 11, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રોમાં ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં આવ્યા છે. એઆઈની મદદથી હવે શિક્ષણના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ જોવા મળશે. કોવિડ-19 રોગચાળા પછી વિશ્વમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. હવે પરંપરાગત ક્લાસરૂમ મોડલની પદ્ધતિમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. હાલમાં, મોટાભાગની કંપ્નીઓ એઆઈ ક્ષેત્રમાં તેમનું રોકાણ વધારી રહી છે.

અકેડલી એઆઈનો ઉપયોગ કરીને સ્માર્ટ ડિજિટલ સામગ્રી સાથે, શિક્ષકો ખરેખર મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. દરેક વિદ્યાર્થીની પોતાની શક્તિઓ અને નબળાઈઓ હોય છે તે ધ્યાનમાં રાખીને, આ એઆઈ તે વિદ્યાર્થીઓને વ્યક્તિગત શિક્ષણ પ્રદાન કરશે. આ કંપ્ની શિક્ષણના ક્ષેત્રમાં ભાવનાત્મક એઆઈ લાવવા જઈ રહી છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં માનવ શિક્ષકો કરતાં વધુ સક્ષમ છે.શિક્ષણના પરંપરાગત મોડલને પાછળ છોડીને, ઓનલાઈન શિક્ષણ અને એઆઈ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. ઘણી કંપ્નીઓએ આ ક્ષેત્રમાં વધુ સારું કામ કર્યું છે. કોવિડ રોગચાળા દરમિયાન, જ્યારે આખું વિશ્વ લોકડાઉન હેઠળ હતું, ત્યારે ઑનલાઇન શિક્ષણનો યુગ શરૂ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application