શિક્ષણ મંત્રાલયે સેન્ટ્રલ ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના ડ્રાટ માર્ગદર્શિકાને જરિયાત મુજબ એસસી, એસટી અથવા ઓબીસી શિક્ષકોની જગ્યાઓ અનરિઝર્વ કરવાનો સ્પષ્ટ્ર ઇનકાર કર્યેા છે. આ સિવાય યુજીસી અધ્યક્ષે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધી ખાલી પડેલી અનામત જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે અને ભારત સરકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આરક્ષણ નીતિના અમલીકરણ માટેની ડ્રાટ માર્ગદર્શિકા હાલમાં હિતધારકોના પ્રતિસાદ માટે ખુલ્લી છે.
યુજીસીની દરખાસ્તના વિરોધ બાદ શિક્ષણ મંત્રાલયે રવિવારે એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (શિક્ષક સંવર્ગમાં અનામત) અધિનિયમ, ૨૦૧૯ ના અમલીકરણ પછી કોઈપણ અનામત પોસ્ટ અનરિઝર્વ રહેશે નહીં. શિક્ષણ મંત્રાલયે તમામ કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓને ૨૦૧૯ના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. કોંગ્રેસે યુજીસીના પ્રસ્તાવિત ડ્રાટની આકરી ટીકા કરતા કહ્યું કે મોદી સરકાર દલિતો, પછાત વર્ગેા અને આદિવાસીઓના મુદ્દાઓ પર માત્ર પ્રતીકોની રાજનીતિ કરે છે. આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી, એસટી અને ઓબીસી પદ પરથી અનામતને ખતમ કરવાનું કાવતં છે.
જેએનયુ સ્ટુડન્ટસ યુનિયનએ આજે યુજીસી અધ્યક્ષ એમ જગદેશ કુમાર વિદ્ધ વિરોધની જાહેરાત કરી છે. આ ચિંતાઓના જવાબમાં, યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે સ્પષ્ટ્રતા કરી હતી કે ભૂતકાળમાં કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત કેટેગરીની જગ્યાઓનું કોઈ ડી–રીઝર્વેશન કરવામાં આવ્યું નથી, અને ભવિષ્યમાં કોઈ અનામત હશે નહીં. શિક્ષણ મંત્રાલયે પણ આ વલણને સમર્થન આપતાં જણાવ્યું હતું કે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત અંગેનો ૨૦૧૯નો કાયદો આરક્ષિત પદોને બિન–અનામતને પ્રતિબંધિત કરે છે. મંત્રાલયે તમામ સીઇઆઇને ખાલી જગ્યાઓ ભરતી વખતે કાયદાની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવા માટે નિર્દેશો જારી કર્યા છે.
યુજીસી દ્રારા પ્રસ્તાવિત નવા ડ્રાટ માર્ગદર્શિકા જણાવે છે કે એસસી, એસટી અથવા ઓબીસી ઉમેદવારો માટે અનામત ખાલી જગ્યા આ કેટેગરીની બહારના ઉમેદવારો દ્રારા ભરી શકાશે નહીં. જો કે, અમુક શરતો હેઠળ, અનામત ખાલી જગ્યાને એક ખાસ પ્રક્રિયા દ્રારા બિનઅનામત જાહેર કરી શકાય છે. દિશાનિર્દેશોમાં સ્પષ્ટ્રતા કરાઈ છે કે સીધી ભરતી માટે અનામત ખાલી જગ્યાઓનું ડી–રિઝર્વેશન સામાન્ય રીતે પ્રતિબંધિત છે. જો કે, અસાધારણ કિસ્સામાં યાં ગ્રુપ એ સેવાની જગ્યા જનતાના હિતમાં ખાલી રહી શકતી નથી, જેથી સંબંધિત યુનિવર્સિટી અનામત રદ કરવાની દરખાસ્ત કરી શકે છે. દરખાસ્તમાં પોસ્ટ ભરવા માટે કરવામાં આવેલા પ્રયાસો, તે શા માટે ખાલી ન રહી શકે તેના કારણો અને અનામત હટાવવા માટેના સમર્થનની પરેખા હોવી જોઈએ. ગ્રુપ સી અથવા ડી ખાલી જગ્યાઓ માટે યુનિવર્સિટીની એકિઝકયુટિવ કાઉન્સિલને દરખાસ્ત સબમિટ કરવી જોઈએ, યારે ગ્રુપ એ અથવા બી ખાલી જગ્યાઓ માટે, તે જરી મંજૂરી માટે શિક્ષણ મંત્રાલયને સબમિટ કરવી જોઈએ. બઢતીના કિસ્સામાં, જો અનામત ખાલી જગ્યાઓ સામે બઢતી માટે લાયક એસસી અને એસટી ઉમેદવારોની પૂરતી સંખ્યા ઉપલબ્ધ ન હોય, તો આવી જગ્યાઓ અન્ય સમુદાયના ઉમેદવારો દ્રારા બિન–અનામત રીતે ભરવામાં આવી શકે છે. યુજીસી અને શિક્ષણ મંત્રાલય પાસે અમુક શરતો પૂરી કરવામાં આવે તો આવા કિસ્સાઓમાં અનામત ખાલી જગ્યાઓનું ડી–રિઝર્વેશન મંજૂર કરવાની સત્તા હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech