પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેની સગાઈ 4/12/2022 ના હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા મૂળ રાજકોટના વતની ચૈતન્ય સાથે થઈ હતી સગાઈના 15 દિવસ બાદ યુવતી તથા તેના માતાપિતા અહીં સસરાના ઘરે ગયા હતા ત્યારે પતિએ કહ્યું હતું કે, આપણે બહાર આંટો મારવા જઈએ ત્યારે સસરા જેમ તેમ બોલવા લાગ્યા હતા. દોઢેક માસ બાદ ફરીયાદી ન્યૂઝીલેન્ડ સ્થિત તેના જેઠાણી સાથે વીડિયો કોલમાં વાત કરતા હતા ત્યારે સસરાને તેમાં એડ કરતા સસરા કહેવા લાગ્યા હતા કે, આ તો પોદરાની જેમ બેસી રહે છે કંઈ કામકાજ કરતી નથી. કાકાજી સસરા પણ ચઢામણી કરતા હતા અને કહેતા કે, ભવિષ્યમાં આ છોકરી સામું બોલવી ન જોઈએ તેને માતાપિતા સાથે કોઈ સંબંધ રાખવા ન દેતા.
તા. 21/1/2024 ના પરિણીતાના ચૈતન્ય સાથે લગ્ન થયા હતાં. લગ્નના અઠવાડિયા બાદ દંપતી બાલી ખાતે હનીમૂન માટે ગયું હતું અહીં પતિના ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હોય જે પરિણીતા જોઈ જતા આ બાબતે પૂછતા પતિએ કહ્યું હતું કે, મારા ફ્રેન્ડએ તેની વાઈફને મેસેજ કર્યો છે તને વિશ્વાસ ના હોય તો તું મને ડિવોર્સ આપી શકે છે. બાદમાં રાજકોટમાં પ્રસંગ દરમિયાન પતિ ઓસ્ટ્રેલિયાની ટિકિટ જોતા હોય જેથી પરિણીતાએ તેને કહ્યું હતું કે, તમે મોડી ટિકિટ લો મારી સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરો ત્યારે પતિ ગુસ્સે થયો હતો અને અહીંથી ચાલ્યો ગયો હતો. બાદમાં પરિણીતા તથા તેના માતાએ ફોન કરતા તે ફોન ઉપાડતો ન હતો. તા. 1/3/2024 ના પતિ ઓસ્ટ્રેલિયા ચાલ્યો ગયો હતો બાદમાં માર્ચ 2024 માં પરિણીતા સાસુ સસરા અને નણંદ સાથે વડોદરા ખાતે સસરાના મોટાભાઈ ના ઘરે ગયા હતા ત્યારે સસરા કહેવા લાગ્યા હતા કે, તારા બાપની ત્રેવડ છે કે તને ઓસ્ટ્રેલિયા મોકલી શકે. પરિણીતાના પિતાએ સાસુ સસરા માટે કેક મોકલતા સસરાએ કહ્યું હતું કે, તારા બાપને કહી દેજે કે આવો કચરો અહીં ફરીવાર ના મોકલાવે તેમ કહી એક લાફો મારી દીધો હતો. પરણીતાના પિતાને મળવા બોલાવી કહ્યું હતું કે તમારી છોકરીને કંઈ કામ આવડતું નથી અને અમારા ઘરની પંચાત કરવાની નહીં.
તા. 2/8/2024 ના પરિણીતા તથા તેના સાસુ સસરા ઓસ્ટ્રેલિયા ખાતે ગયા હતા ત્યાં પણ પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ યથાવત રહ્યો હતો. પતિએ માર મારતા આ બાબતે પરિણીતાએ માતાને વાત કરતા તેણીના માતાપિતાએ ઇન્ડિયા આવવાની ટિકિટ કરાવી આપી હતી જેથી તે તા. 16/1/2025 ના વતન પરત ફરી હતી. બાદમાં સમાધાનના પ્રયાસો કરવા છતાં સાસરીયાઓએ કોઈ દરકાર ન લેતા અંતે આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech