ક્રિપ્ટોની માયાજાળમાં ફસાયા ભણેલા લોકો

  • December 29, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને બેથી ત્રણ ગણી કમાણીના ભ્રમમાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. માર્કેટમાં વિવિધ પ્રકારની ક્રિપ્ટો કરન્સીમાં આવકની કોઈ મર્યાદા નથી તમે જેટલું રોકાણ કરશો તેટલો નફો કમાવવાની શકયતા છે.લોકો છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ રહ્યા છે. ટેકનિકલ પુરાવાના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

ક્રિપ્ટો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ક્રિપ્ટોના નામે છેતરપિંડી કરનારાઓનું આંતરરાષ્ટ્ર્રીય નેટવર્ક છે, જે ભારતમાં પણ કાર્યરત છે. તેના સાગરીતો ચીન અને દુબઈ જેવા શહેરોમાં સ્થિત છે. ઘણા કિસ્સાઓમાં વિદેશી વ્યકિતઓ જેમના આઈપી એડ્રેસનો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવી રહ્યો હતો, તેમની ઓળખ પણ થઈ શકી નથી. ટેલિગ્રામ જૂથો દ્રારા પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે. આવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, જેમાં પૈસા રોકયા બાદ ટેલિગ્રામ ગ્રુપ રાતોરાત બદલાઈ ગયું હતું.
મહત્વનું છે કે એપ અથવા પોર્ટલ પર ખાતું બનાવીને તેઓ ૧.૫ થી ૨ હજાર પિયાના પ્રથમ રોકાણ પર વળતર આપે છે, જે વોલેટમાંથી તેમના ખાતામાં ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ લાખોના રોકાણની લાલચ આપવામાં આવે છે. વોલેટમાં પૈસા આવે છે, પરંતુ તે તાળું મારીને પૈસાની માંગણી કરવામાં આવે છે. આવા સેંકડો કેસ સાયબર સેલમાં આવ્યા છે જેમાં કરોડો પિયા ફસાયા છે.

ક્રિપ્ટોમાં જંગી નફો કમાવવાના લોભને કારણે લગભગ ૧.૫ લાખ પિયાના ગુમાવી ચુકેલા એક એન્જિનિયરે જણાવ્યું કે સાયબર પોલીસમાં કેસ છે. છેતરપિંડી કરનારનું લોકેશન આંધ્રપ્રદેશનું છે. પોલીસ રાહ જોઈ રહી છે કે હજુ કેટલાક કેસ આવે, પછી સાથે મળીને તપાસ આરભે. પોલીસ એક કેસ લઈ શકતી નથી.
રાય સાઈબર ક્રાઈમના એડીજી યોગેશ દેશમુખ કહે છે કે,સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવાનો એકમાત્ર રસ્તો ડિજિટલ સ્વચ્છતા અપનાવવાનો છે. લાલચમાં પડવાનું ટાળો. કોઈ તમને ચાર ગણો નફો કેમ આપશે તે વિશે વિચારો. યાં સુધી તમે બીજી વ્યકિતને જાણતા નથી. ત્યાં સુધી તેના પર વિશ્વાસ ન કરો.
મહત્વનું છે કે આવી છેતરપિંડીનાદર મહિને લગભગ ૧૫,૩૨૦ કેસ નોંધાય છે. છેતરપિંડીથી સૌથી વધુ પ્રભાવિત રાયો યુપી, મહારાષ્ટ્ર્ર, બિહાર,એમપી અને હરિયાણા છે. આ સાથે દેશમાં ઓનલાઈન છેતરપિંડીના કેસમાં ત્રણ ઘણો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application