અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

  • August 06, 2023 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના સરહદી વિસ્તારમાં રવિવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે અફઘાનિસ્તાનમાં લગભગ 6:53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા શનિવારે પણ અફઘાનિસ્તાન અને ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.


ભૂકંપની ઊંડાઈ કેટલી હતી?

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ સાંજે 6:53 વાગ્યે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 19 કિમી દૂર નોંધાયો હતો.


આ પહેલા શનિવારે પણ અફઘાનિસ્તાન અને ભારતની રાજધાની દિલ્હી સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશમાં જમીનથી 181 કિલોમીટરની ઊંડાઈએ હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application