દિલ્હી એનસીઆરની ધરતી ધ્રુજી લાંબા સમય સુધી અનુભવાયું કંપન

  • October 16, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હી–એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા ૩.૧ માપવામાં આવી છે, યારે કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે.દિલ્હી–એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ૩ ઓકટોબરે પણ ઉત્તર ભારત સહિત દેશના અન્ય રાયોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું.


નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપની તીવ્રતા ૩.૧ માપવામાં આવી છે, યારે કેન્દ્ર હરિયાણાના ફરીદાબાદમાં જમીનથી ૧૦ કિલોમીટર નીચે હોવાનું કહેવાય છે.
રવિવારે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લગભગ એક અઠવાડિયા પહેલા પણ અફઘાનિસ્તાનના આ જ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકાને કારણે હજારો લોકોના મોત થયા હતા. ભૂકંપના કારણે અનેક ગામો નાશ પામ્યા હતા.


ભૂકંપ આવવાના કારણો

પૃથ્વી મુખ્યત્વે ૪ સ્તરોની બનેલી છે. આંતરિક કોર, બાહ્ય કોર, આવરણ અને પોપડો. પોપડો અને ઉપલા આવરણ કોરને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. આ ૫૦ કિલોમીટર જાડા સ્તરને કેટલાક વિભાગોમાં વહેંચવામાં આવે છે જેને ટેકટોનિક પ્લેટસ કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર ૭ પ્લેટસ છે, જે સતત ફરતી રહે છે. યારે આ પ્લેટસ વધુ ખસે છે ત્યારે ધરતીકપં અનુભવાય છે.

કયારે કેટલી તીવ્રતાના આંચકા આવ્યા?
પહેલો આંચકો બપોરે ૨:૨૫ કલાકે
બીજો આંચકો બપોરે ૨:૫૧ કલાકે
ત્રીજો આંચકો બપોરે ૩.૦૬ કલાકે
ત્રીજો આંચકો આવ્યા બાદ થોડીવારમાં ચોથો આંચકો આવ્યો જેની તીવ્રતા ૩.૧ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application