BREAKING NEWS

મનપાની ચૂંટણી માટેના ઈવીએમ કાલે બપોર બાદ બૂથ પર લઈ જવાશે; સાંજ સુધીમાં તૈયારી પૂર્ણ

  • April 24, 2026 09:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવનારી તારીખ ૨૬ એપ્રિલને રવિવારના રોજ સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે આવતીકાલે બપોરથી સાંજ સુધીમાં રાજકોટ શહેરના દરેક ચૂંટણી બૂથને તૈયાર કરી દેવામાં આવશે. તેમજ દરેક બૂથ ઉપર ઇવીએમ લઈ જવાની કામગીરી આવતીકાલે બપોરથી જ શરૂ કરી દેવામાં આવશે. બૂધ તૈયાર કરવાની કામગીરીમાં દરેક બૂથના નિમાયેલા પાંચ અધિકારીઓ/કર્મચારીઓ કામગીરી પૂર્ણ કરશે.
રાજકોટ મહાનગરપાલિકાની ૧૮ વોર્ડ માટેની ચૂંટણી માટેનું મતદાન રવિવાર તારીખ ૨૬ એપ્રિલના રોજ યોજાનાર છે. ત્યારે આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં
રાજકોટ શહેરના ઇવીએમ ડિસ્પેચિંગ સેન્ટર
વોર્ડ નંબર
૧થી ૩
૪થી ૬
૭થી ૯
૧૦થી ૧૨
૧૩થી ૧૫
૧૬થી ૧૮
દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાનો પ્રચાર પૂર્ણ કરી દેશે. ત્યારે આવતીકાલ શનિવાર બપોરથી દરેક બુથ પર ગોઠવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીમાં દરેક બૂથ વાઈઝ પાંચ લોકોની ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક
ડિસ્પેચિંગ સેન્ટરનું નામ
પાંધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ
શ્રી એ.એસ.ચૌધરી હાઇસ્કુલ
શ્રી એસ.વી.વિરાણી હાઈસ્કુલ
શ્રી એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ
શ્રી અમૃતચંદ વીરચંદ જસાણી સ્કુલ
શ્રી રણછોડઘસજી બાપુ કોમ્યુનિટી હોલ

પ્રિસાઈડિંગ ઓફિસર, ત્રણ પોલિંગ સ્ટાફ અને બે પ્યુનનો સમાવેશ કરવામાં આવ્યો છે. શનિવાર સાંજ સુધીમાં પાંચ લોકોની ટીમ પોતાના ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટરથી મેળવી પોતાના બૂથ પર લાવી સુરક્ષિત મૂફી દેશે. જે બાદ રવિવાર વહેલી
સવારથી જ નાગરિકો દ્વારા મતદાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લે ખનીય છે કે, રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૧૮ વોર્ડ માટે ૨૩૬ ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ છેડાશે. આ ચૂંટણીમાં નક્કી કરાયેલા ૧૦૧૪ મતદાન મથકો ઉપર કુલ-૯,૮૫,૯૫૨ મતદારો પોતાના મતાધિકારનો ઉથયોગ કરશે. મનપાની ચૂંટણી માટે ૮૯૪૮ પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે. મતદાન માટે ૧૧૬૩ કંટ્રોલ યુનિટ અને ૨૩૨૬ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવશે. મનપાની ચૂંટણી માટે વર્ગ ૧ના ૬ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ ૨ના ૬ મદદની ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ શહેરમાં ૫૦૬ જેટલા સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application