જૂનાગઢ મહાપાલિકા, છ નગરપાલિકા અને વંથલી તાલુકા પંચાયતની એક બેઠક પર રવિવારે મતદાન યોજનાર છે.આવતીકાલે સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે ૩૯૬ મતદાન કેન્દ્ર ખાતે ઇવીએમ ડિસ્પેચિંગ કરાશે.–૧૩ વોર્ડ માટે કુલ ૬૫ બસ માં કર્મચારી અને ઈવીએમ બંદોબસ્ત સાથે લઈ જવા છે.સ્થાનિક સ્વરાયની ચૂંટણીને લઇ તત્રં દ્રારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રવિવારે મતદાન યોજાઈ તે પૂર્વે આવતીકાલે ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ દ્રારા સ્ટ્રોંગ મમાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમને મતદાન કેન્દ્ર ખાતે લઈ જવા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના ૨૫૧ બુથ તથા વંથલી, માણાવદર, બાટવા, વિસાવદર માંગરોળ અને ચોરવાડ છ નગરપાલિકાના ૧૪૦ અને વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક માટે ૫ વોર્ડ મળી કુલ ૩૯૬ મતદાન મથક પર ચૂંટણી યોજાનારી છે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ૪૭૦ ઇવીએમ અને નગરપાલિકા અને તાલુકા પંચાયતની એક બેઠકની ચૂંટણીને લઇ ૨૪૮ ઇવીએમ ફાળવવામાં આવ્યા છે તેને સ્ટ્રોંગ મ ખાતે રખાયા છે. મતદાન પૂર્વે સ્ટાફનું રેન્ડેમાઈઝેશન કરવામાં આવશે અને ત્યારબાદ બુથ વાઈઝ કર્મચારીઓને એવી એમની ફાળવણી કરવામાં આવશે. મહાનગરપાલિકાના શહેરના ચાર અલગ અલગ કેન્દ્રો અને નગરપાલિકા વાઇઝ રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૨, ૪માં જેલ રોડ પર આવેલ સરકારી અંધશાળા, ૫થી ૮ કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કૃષિ યુનિવર્સિટી, ૯થી ૧૨ સ્વામી વિવેકાનદં વિનય મંદિર, ૧૩, ૧૫ બે વોર્ડના બહાઉદીન આર્ટસ કોલેજ સેન્ટ્રલ હોલ ખાતે સ્ટ્રોંગ રૂમમાંથી ૨૫૧ મતદાન બુથના ૪૭૦ ઇવીએમને સ્ટ્રોંગ મમાંથી ડિસ્પેચિંગ કરાશે. ઇવીએમ લઈ જવા માટે વોર્ડ વાઈઝ વાહનમાં કર્મચારીઓ મતદાન બુથ સુધી જશે. જેમાં વોર્ડ નંબર ૧, ૨, ૪માં કુલ ૧૫, ૫થી ૮માં કુલ ૧૯, ૯થી ૧૨મા કુલ ૨૦ અને ૧૩, ૧૫ બે વોર્ડમાં ૧૧ મળી કુલ ૬૫ ખાનગી બસમાં ઈવીએમ અને સ્ટાફને લઈ જવાશે.
જિલ્લાની છ નગરપાલિકામાં યોજાનારી બેઠક માટે વંથલી નગરપાલિકાના મામલતદાર કચેરી ગ્રાઉન્ડ લોર, માણાવદર ખાતે લાયન હાયર સેકન્ડરી સ્કુલ, બાટવામાં જાનવી પ્રાઇમરિ સ્કૂલ, વિસાવદરમાં પ્રાંત કચેરી, ચોરવાડમાં જ શેઠ જેએમ વિનય મંદિર, માંગરોળમાં એમ એન કંપાણી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, વંથલી તાલુકા પંચાયતની કણજા બેઠક માટે સરદાર વલ્લ ભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ પહેલા માળે થી સ્ટ્રોંગ મમાં ઇવીએમ રાખવામાં આવ્યા છે નગરપાલિકા અને તાલુકા પંચાયતની કુલ ૧૪૫મતદાન બુથ પર ૨૪૮ ઇવીએમ કર્મચારીઓને ફાળવવામાં આવશે. તમામ સ્ટ્રોંગ મ અને મતદાન બુથ સુધી અવર–જવર માટે પોલીસનો બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે
ડિસ્પેચિંગ સેન્ટર ખાતે આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે
મતદાન ફરજ સાથે સંકળાયેલા કર્મચારીઓના આરોગ્ય ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રીસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર ખાતે મેડિકલ ટીમ ખડે પગે રહેશે. કામગીરી દરમિયાન કર્મચારીઓની તબિયત ન લથડે તે માટે જૂનાગઢના ચાર અને નગરપાલિકાના છ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે કુલ ૧૦ મેડિકલ ટીમ દવા, ગ્લુકોઝ, ઓઆરએસ , ડ્રેસિંગ કીટ સહિતની સામગ્રી સાથે ડોકટર, નર્સ, હેલ્થ વર્કર અને ફાર્માસિસ્ટ સહિતની ખડે પગે રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાયબર સેન્ટર ઓફ એકસેલેન્સ સ્થાપવામાં આવશે : રાજય પોલીસ વડા
February 22, 2025 03:31 PMબાંગ્લાદેશ સિવાય ભારતને અલગથી ૨.૧ કરોડ ડોલર અપાયા: ડોનાલ્ડ ટ્રમ્પ
February 22, 2025 03:10 PMગુજરાતને દેશનું ગ્રોથ એન્જીન બનાવતું રાજ્ય સરકારનું બજેટ: રાજકોટ ચેમ્બરનો આવકાર
February 22, 2025 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech