એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે કથિત દા કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ચોથું સમન્સ જારી કયુ છે. આ પહેલા પણ કેજરીવાલ ૨ નવેમ્બર, ૨૧ ડિસેમ્બર અને ફરીથી ૩ જાન્યુઆરીએ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે દિલ્હી દા કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ જારી કયુ છે. દિલ્હીના મુખ્યમંત્રીને ઇડીનું આ ચોથું સમન્સ છે. અગાઉ આપવામાં આવેલી નોટિસ પર કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે તેમને ગેરકાયદે ગણાવ્યા હતા. હવે ચોથું સમન્સ જારી કરીને ઈડીએ અરવિંદ કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે દિલ્હીનું કથિત દા કૌભાંડ નકલી છે. તેમણે કહ્યું કે જો એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 'કાયદેસર' સમન્સ મોકલે છે, તો તેઓ તેને સહકાર આપશે. આપના રાષ્ટ્ર્રીય સંયોજક કેજરીવાલ દિલ્હી એકસાઇઝ પોલિસી કેસમાં ત્રીજા સમન્સ પર ઇડીસમક્ષ હાજર થયા ન હતા અને સમન્સને 'ગેરકાયદેસર' અને 'રાજકીય રીતે પ્રેરિત' ગણાવ્યા હતા. નેતા જસ્મીન શાહનું કહેવું છે કે કથિત દા કૌભાંડની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ઇડીએ પુરાવા તરીકે કંઈપણ રિકવર કયુ નથી. કહેવાતા દાના કૌભાંડની તપાસ નકલી છે.
આ કેસની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને ઇડીએ ૫૦૦ થી વધુ સાક્ષીઓની પૂછપરછ કરી છે અને ૧,૦૦૦ થી વધુ દરોડા પાડા છે, પરંતુ હજુ સુધી પુરાવા તરીકે એક પિયો પણ રિકવર કરવામાં આવ્યો નથી.તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓના 'ભારત' ગઠબંધનના ટોચના નેતાઓને નિશાન બનાવવા અને તેમને પ્રચાર કરતા રોકવા માટે લોકસભા ચૂંટણી પહેલા કેજરીવાલની ધરપકડ કરવાનું આ એક કાવતં છે.આ પહેલા પણ કેજરીવાલ ૨ નવેમ્બર, ૨૧ ડિસેમ્બર અને ફરીથી ૩ જાન્યુઆરીએ ઇડી સમક્ષ હાજર થયા ન હતા. કેજરીવાલે આરોપ લગાવ્યો કે આગામી લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે કેન્દ્ર સરકાર તેમની ધરપકડ કરવા માંગે છે. તેમણે કહ્યું, મારા વકીલોએ મને કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના સમન્સ ગેરકાયદેસર છે. ભાજપ મને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે મારી ધરપકડ કરવા માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech