રાજસ્થાનના ગૃહ રાજયમંત્રી રાજેન્દ્ર યાદવના ઘરે ઈડીના દરોડા

  • September 28, 2023 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યાહન ભોજન યોજનાના કૌભાંડ મામલે રાજસ્થાનના ગૃહ રાયમંત્રી રાજેન્દ્ર યાદવના ઘરે ઈડીએ દરોડા પાડા હતા. ઈડીને આ કૌભાંડમાં મની લોન્ડરિંગની શંકા છે. જેના કારણે કબાટનું લોકર તોડીને તપાસ કરી હતી. આ ઉપરાંત મંત્રીના પુત્રોના ફોન પણ જ કરવામાં આવ્યા છે.મની લોન્ડરિંગ કનેકશનની શંકાને કારણે અધિકારીઓ હવે રાજેન્દ્ર યાદવના બેંક ખાતાઓની તપાસ કરી રહ્યા છે. ઈડીને શંકા છે કે રાજસ્થાનમાં ચાલી રહેલી મધ્યાહન ભોજન યોજનામાં મની લોન્ડરિંગ થયું છે. આમાં ગૃહ રાજય મંત્રી રાજેન્દ્ર યાદવનો હાથ હોઈ શકે છે.

રાજેન્દ્ર યાદવની રાજકીય કારકિર્દી

રાજેન્દ્ર યાદવ પાસે દિલ્હી, ગુગ્રામ અને ઉત્તરાખંડમાં પ્લોટ છે. રાજેન્દ્ર યાદવ કોટપુતલીથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે તેમજ પ્રથમ વખત મંત્રી બન્યા છે. રાજેન્દ્ર યાદવ જયપુર ગ્રામીણથી કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. ગૃહ રાયમંત્રી યાદવની જનતા ઉપર સારી પકડ છે.રાજસ્થાનના મધ્યાહન ભોજન કૌભાંડમાં ફસાયેલા ગૃહ રાયમંત્રી રાજેન્દ્ર યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ યાદવના ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન પૂર્ણ કયુ છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમે લગભગ ૧૫ કલાક સુધી મંત્રીના ઘરે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ગૃહ રાયમંત્રી રાજેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, તેમના પુત્રોના ફોન ઈડી દ્રારા તપાસ અર્થે જ કરવામાં આવ્યા છે. યારે, કોટપુતલીમાં મંત્રીના આવાસની ચાવી ન હોવાના કારણે, ઈડીએ યાદવના ઘરના કબાટના લોકર તોડી નાખ્યા હતા. અને તપાસ હાથ ધરી હતી.

રાજેન્દ્ર યાદવના ઘણા બિઝનેસ

યાદવ પરિવાર પાસે શિક્ષણ, ફડ સપ્લાય વગેરે સંબંધિત વ્યવસાયો છે. રાજેન્દ્ર યાદવની કોટપુતલીમાં રાજસ્થાન લેકિસબલ પેકેજિંગ ફેકટરી નામની કંપની પણ છે. કંપનીનું સંચાલન યાદવના પુત્ર મધુર યાદવ દ્રારા કરવામાં આવે છે. યારે, રાજેન્દ્ર યાદવના ગુગ્રામ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ફડ પેકેજિંગ પ્લાન્ટ છે. જે તેમના પિતાના સમયથી છે.કોંગ્રેસ દ્રારા ઈડીના દરોડાની ઘટનાનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસનું કહેવું છે કે બદલાની ભાવનાથી તેમના મંત્રી વિદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application