એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) એ માલેગાંવમાં બેંક ખાતાના દુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં ૭ સ્થળોએ દરોડા પાડીને ૧૩.૫ કરોડ પિયાની રોકડ જ કરી છે. આ મામલો નાસિક મર્ચન્ટ કો–ઓપરેટિવ બેંક (એનએએમસીઓ ) અને બેંક ઓફ મહારાષ્ટ્ર્રના નકલી ખાતા સાથે સંબંધિત છે.
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે એનએએમસીઓ બેંકમાં ૧૪ નવા ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં ૧૦૦ કરોડ પિયાથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. બેંક ઓફ મહારાષ્ટ્ર્રની નાસિક શાખામાં પણ આવા જ ૫ ખાતા મળી આવ્યા હતા. સિરાજ અહેમદ મોહમ્મદ હાન મેમણ અને તેના સહયોગીઓ પર નિર્દેાષ વ્યકિતઓના ઓળખ દસ્તાવેજોનો દુપયોગ કરીને આ ખાતા ખોલવાનો આરોપ છે.
નવેમ્બરમાં મુંબઈ, સુરત, અમદાવાદ અને નાસિકમાં ૨૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને ૫.૨ કરોડની રોકડ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં અમદાવાદ અને મુંબઈમાં ૭ સ્થળોએ દરોડા પાડીને ૧૩.૫ કરોડ પિયાની રોકડ જ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વોટ જેહાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યેા હતો કે આ ફંડિંગ મહારાષ્ટ્ર્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને અન્ય રાયોમાંથી કરવામાં આવ્યું હતું. કિરીટે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, 'મરાઠી મુસ્લિમ ફેડરેશન' વિદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે નકલી એકાઉન્ટ દ્રારા માલેગાંવમાં વોટ જેહાદ માટે ૧૨૫ કરોડ પિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું.
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ૨૧ નકલી ફર્મ અને એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ–અલગ જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નકલી ખાતાઓ દ્રારા કરોડો પિયાની રોકડ ઉપાડી લેવામાં આવી હતી. આ કેસમાં આ બે વ્યકિતઓ નાગની અકરમ મોહમ્મદ શફી અને વસીમ વલીમોહમ્મદ ભેસનિયાની પીએમએલએ, ૨૦૦૨ની કલમ ૧૯ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧૮.૭ કરોડ પિયા (૫.૨ કરોડ ૧૩.૫ કરોડ) રોકડ રિકવર કરવામાં આવી છે, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો પણ જ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech