કરોડો પિયાના કૌભાંડનો પદર્ફિાશ થતાં ખળભળાટ: જવાબદારો સામે સત્તાવાર રીતે ક્યારે ફરિયાદ નોંધાય છે, અને શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર...
જામનગર ડિવિઝનની દ્વારકા જિલ્લામાં આવેલા સુરજકરાડી તેમજ રાવલ પોસ્ટઓફિસ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતની 19 થી વધુ પોસ્ટ ઓફિસો પર કેન્દ્ર સરકારની ઇ.ડી. (ડીરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ) દ્વારા દરોડા પાડવામાં આવતાં અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, આ તપાસમાં ચોટીલા સહિતની પોસ્ટ ઓફિસોમાં બોગસ રિકરીંગ ખાતા ચલાવવા સહિત અનેક ગુનાહિત રીત-રસમોથી સરકારને કરોડોનો ચૂનો લગાડવાનું કારસ્તાન પકડાયું છે. લાંબા સમયથી આ કારસ્તાન ચાલતું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે સૂત્રો અનુસાર ગુજરાતની પોસ્ટઓફિસોમાં સરકારી નાણાંની ઉચાપત સાથે સંકળાયેલા કેસો અન્વયે ગત તા. 29-11-2024ના અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા 19 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયા હતા. આ અંગે કેટલીક એફ.આઈ.આર. પણ એ.સી.બી. - સીબીઆઈમાં નોંધાઈ છે. સબ પોસ્ટમાસ્ટર્સ દ્વારા અગાઉ બંધ થયેલા રિકરીંગ ડિપોઝીટ ખાતા મલિન ઈરાદે ખોલીને કૂલ 606 ખાતામાં ા. 18.60 કરોડનું સરકારને નુક્શાન પહોંચાડી કૌભાંડ આચરાયું હતું.
રાજકોટ નજીકના ગોંડલ ડિવિઝનની મેંગણી સબ પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર દ્વારા તા. 16-10-2019થી તા. 21-11-2022 દરમિયાન ા. 9.97 કરોડની ગરબડ આચયર્નિું ખુલ્યું હતું. આ કૌભાંડ માટે એવી મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હતી કે સરકારી ખાતાના સોફ્ટવેર (એસએપી)ના યુટિલિટી ટૂલનો ઉપયોગ કરીને મેન્યુઅલી ખોટા પેમેન્ટ થયાની વિગતો અપલોડ કરી હતી.
જ્યારે જામનગર ડિવીઝન હેઠળ આવતી રાવલવાડી પોસ્ટ ઓફિસમાં રિકરીંગ ખાતા એવાર બંધ થયા હોય તે ફરી બીજી વાર કે ત્રીજી વાર બંધ કરીને જુદા જુદા ખાતાધારકોના નામે બોગસ ક્લોઝર ડોક્યુમેન્ટ ઉભા કરીને કૌભાંડ આચર્યું હતું. તેમાં રકમ જમા કરવાને બદલે કૌભાંડીએ આવા બોગસ ક્લોઝર ફોર્મના આધારે બંધ કરાયેલા ખાતાની રકમ નવી સ્કીમમાં રોકેલી દશર્વિાઈ હતી.
સરકારને છેતરવાની અન્ય એક ચાલબાજીમાં નવા ખાતા ખોલવા માટે ગ્રાહકો દ્વારા જે વિગતો અપાય તેનો ગેરઉપયોગ કરીને નવી પાસબૂક અપાતી પરંતુ, વાસ્તવમાં તે ગ્રાહકોના ખાતા ખોલાતા જ નહીં.
જામનગર ડિવિઝનની સુરજકરાડી પોસ્ટ ઓફિસના સબ પોસ્ટ માસ્ટર દ્વારા જાણી જોઇને બોગસ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરીને સરકારને ા. 2.94 કરોડનું નુક્શાન પહોંચાડાયાનું કથિત રીતે સામે આવ્યું છે, આ સંબંધે સત્તાવાર પગલાં અને કદાચ ફરિયાદ બાદ સ્પષ્ટ વિગતો સામે આવશે, ચોટીલા પોસ્ટ ઓફિસના સેવિંગ્ઝ બેન્ક પોસ્ટલ આસિ. દ્વારા પોસ્ટલ ડિપોઝીટ ખાતાનો ગેરઉપયોગ કરીને ા. 1.57 કરોડનું કૌભાંડ આચર્યું હતું. ઈ.ડી. દ્વારા બે દિવસ પહેલા દરોડા પાડીને ા. એક કરોડની કૌભાંડની રકમ જપ્ત કરી છે અને સ્થાવર મિલ્કતમાંથી ા. 1.50 કરોડની રિકવરી કરી છે. હજુ આ અંગે ઉંડી તપાસ જારી રહી છે.
આ કૌભાંડ એટલું મસમોટુ છે કે અનેક પોસ્ટ અધિકારીઓની તેમાં સંડોવણી ખુલી રહી છે. વધુમાં ગોંડલથી પ્રાપ્ત વિગત અનુસાર મેંગણીમાં પોસ્ટ માસ્ટરે બે વર્ષ પહેલા વિષપાન કર્યું હતું તેની પાછળ પણ દસ કરોડનું કૌભાંડ હતું. કૌભાંડીઓએ આ કૌભાંડની રકમમાંથી જમીન વગેરે ખરીદ કયર્નિું પણ ચચર્યિ છે. પોસ્ટ ઓફિસમાં નાણાંની લેવડદેવડ ઓનલાઈન થયા બાદ તેની નબળી કડી શોધીને કૌભાંડીઓ ઓનલાઈન એન્ટ્રી દ્વારા કૌભાંડ આચરતા હતા. હાલ પોસ્ટ ઓફિસમાં મૂળ પોસ્ટનું કામ તો નહીવત્ત થઈ ગયું છે, મુખ્ય કામગીરી વિવિધ ખાતાઓ, ટેક્સ સેવિંગ્ઝ ઈન્વેસ્ટમેન્ટ, સરકારી યોજનાઓ વગેરેની કામગીરી જ રહેતી હોય છે ત્યારે આ કૌભાંડ પકડાતા ભારે ચકચાર જાગી છે.
આ સમગ્ર કૌભાંડ ઇ.ડી. દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને હવે આ સંબંધે જવાબદારો સામે સત્તાવાર રીતે ક્યારે પોલીસ ફરિયાદ થાય છે એ જોવાનું રહ્યું...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMરણજીતસાગર રોડ ઉપર સતત બીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ
April 24, 2025 11:00 AMજસદણ- વીંછિયા પોલીસે પકડેલા રૂ. ૪૪.૧૪ લાખના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવાયું
April 24, 2025 10:59 AMકાલાવડમાં યુવાન પર ધોકાથી હુમલો કરી ધમકી દીધી
April 24, 2025 10:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech