એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ વન97 કોમ્યુનિકેશન લિમિટેડ (પેટીએમની પેરેન્ટ કંપની) અને તેના મેનેજિંગ ડિરેક્ટર સહિત અન્ય સંબંધિત કંપનીઓને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (એફઈએમએ), 1999 ના ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ (એસસીએન) જારી કરી છે. આ કેસમાં કુલ 611 કરોડ રૂપિયાની ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ઇડીની તપાસમાં જાણવા મળ્યું કે વન97 કોમ્યુનિકેશન લિમિટેડ (ઓસીએલ) એ સિંગાપોરમાં વિદેશી રોકાણ કર્યું પરંતુ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ને તેનું જરૂરી રિપોર્ટિંગ કર્યું નહીં. આ ઉપરાંત કંપનીને વિદેશી રોકાણકારો પાસેથી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) પણ મળ્યું હતું પરંતુ આમાં આરબીઆઈ દ્વારા નક્કી કરાયેલા ભાવ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.
અન્ય કંપનીઓ પર પણ છેતરપિંડીનો આરોપ છે. જેમાં એક છે લિટલ ઇન્ટરનેટ પ્રાઇવેટ લિમિટેડ - આ ઓસીએલની પેટાકંપની છે, જેને વિદેશી રોકાણ મળ્યું હતું પરંતુ રોકાણના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હતું અને બીજી છે નિઅર બાય ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ - આ કંપનીને વિદેશી રોકાણ પણ મળ્યું હતું પરંતુ તે સમય મર્યાદામાં રિપોર્ટ કરવામાં આવ્યું ન હતું.
આ નોટિસ જારી કરીને ઇડીએ એફઈએમએ, 1999 હેઠળ ન્યાયિક પ્રક્રિયા શરૂ કરવાની તૈયારીઓ કરી છે. જો તપાસમાં ઉલ્લંઘન સાબિત થશે તો આ કંપનીઓ પર ભારે દંડ લાદવામાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech