દ્વારકાના વસઇ ગામે ધમધમતી દારૂની ફેક્ટરી પર ડીવાયએસપીની ટીમ ત્રાટકી

  • May 13, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂા. ૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજેઃ આરોપી ફરાર

દ્વારકાથી આશરે 15 કિલોમીટર દૂર વસઇ ગામની સીમ વિસ્તારમાં રહેતા કુંભાભા વાઘેર નામના એક શખ્સના કબજાના ખેતરમાં દ્વારકાના ડીવાયએસપી સ્ટાફ દ્વારા મોડી રાત્રીના સમયે કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં આ સ્થળે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી મળી આવી હતી.


દેશી દારૂની આ ભઠ્ઠીમાંથી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂ ૨૭૬૦ લીટર દારૂનો કાચો આથો, ૧૦૦ લીટર દારૂ બનાવવાનો બળેલો આથો, અખાધ ગોળના ૧૦ ડબ્બા, ત્રાંબાની નળી, ગેસનો ચૂલો, ગેસ સિલિન્ડર, વિગેરે મળી, કુલ રૂપિયા ૧.૭૨.૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જો કે આ દરોડા દરમિયાન આરોપી કુંભાભા વાઘેર અને લખમણભા નથુભા માણેક પોલીસને હાથ લાગ્યા ન હતા. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.


ઓખા-મીઠાપુરના નામચીન બૂટલેગરોના નામ ખુલશે...!
દ્વારકાના વસઇ ગામથી ઝડપાયેલી દારૂની ફેક્ટરી માં બનતો દારૂની સપ્લાય ક્યાં અને કોને કરવામાં આવતી હતી તેની તતસ્થ તપાસ થાય તો ઓખા અને મીઠાપુરમાં નામચીન બૂટલેગરોના નામ ખૂલે તે પણ ચોક્કસ વાત છે.


ઓખા-મીઠાપુરમાં દારૂનો દુકાળ...?
દ્વારકાના વસઇ ગામથી ઝડપાયેલી દારૂની ફેક્ટરીનો મોટા ભાગનો માલ ઓખા અને મીઠાપુરમાં જ સપ્લાય થયો હોવાનું જાણકારો કહી રહ્યા છે આ ફેક્ટરી પર ડીવાયએસપી ટીમ દ્વારા દરોડો પાડયા બાદ ઓખા મીઠાપુરમાં દારૂનો દુકાળ થયો હોય તેમ બુટલેગરો પોતાના ગ્રાહક સાચવવા અન્ય તાલુકામાંથી દારૂની શોધખોળ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application