પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી સહિતના નેતાઓની ખાસ ઉપસ્થિતિ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ભાજપના સ્થાપના દિન તારીખ 6 એપ્રિલના રોજ ભૂમિ પૂજન પામેલા જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી દ્વારકેશ કમલમ"નું લોકાર્પણ આગામી તારીખ 6 એપ્રિલના રોજ થનાર છે. તે પ્રસંગે પાર્ટીના નેતાઓ તેમજ આગેવાનો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહેશે.
ખંભાળિયા નજીક દ્વારકા હાઈવે પર હજારો ફૂટની વિશાળ જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે ખૂબ જ સુંદર અને સુવિધાસભર જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયને "શ્રી દ્વારકેશ કમલમ" નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલના વડપણ હેઠળ શરૂ થયેલા આ નિર્માણ કાર્યને હાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ મહામંત્રીઓના સાથ સહકારથી સુપેરે સંપન્ન થયું છે. આ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ તારીખ 6 એપ્રિલના રોજ પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કરવામાં આવશે.
આ કાર્યક્રમ રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઈ ચાવડા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ તથા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય રીતે યોજવામાં આવ્યો છે.
આ તમામ આયોજન માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા મહામંત્રી, મંત્રી તથા તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કીએ ભારત સાથે દગો કર્યો, પાકિસ્તાનને મોકલ્યા જથ્થાબંધ હથિયારો
April 28, 2025 04:51 PMમુંબઈ 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની વધુ 12 દિવસ કસ્ટડી લંબાવી, NIA કોર્ટનો હુકમ
April 28, 2025 04:46 PMશહેરના કુંભારવાડા વિસ્તારમાં પોલીસની સતત તપાસ
April 28, 2025 04:40 PMભુંભલી ચોકડી નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
April 28, 2025 04:39 PMભારતને મળશે શક્તિશાળી રાફેલ-M વિમાન, ફ્રાન્સ સાથે સોદો થયો, જાણો શું છે ખાસિયત
April 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech