દ્વારકાના શંકરાચાર્યજી જામનગરમાં: લવ જેહાદ, કેરળ, ધર્મ પરિવર્તન પર દર્શાવ્યો આક્રોશ

  • May 10, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગદ્દગુરુએ આપી દીક્ષા
જામનગરમાં દરેડ ખાતે તક્ષશીલા સંકુલમાં તેમના નિવાસસ્થાને દ્વારકા પીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા અને તેમણે કેટલાક લોકોને દીક્ષા પણ આપી હતી, પત્રકારોની સાથેની વાતચીતમાં તેઓએ ધર્મ પરિવર્તન, લવ જેહાદ વિશે પણ કેટલીક વાતો કરી હતી.
--------------------------------------
ધર્મ પરિવર્તન કરાવવા માટે ફંડીગ કયાંથી આવે છે ? તેની તપાસ જરુરી ગણાવી: મુસ્લિમ સમાજના સંખ્યાબંધ યુવાનોએ હિન્દુ હોવાનું કહીને લગ્ન કર્યા: આજકાલ સાથે ખાસ વાતચીત

આજે જામનગરની ભુમિ પર પધારેલા શારદા મઠના શંકરાચાર્ય, જગદગુરુ પૂ.સદાનંદ સરસ્વતીજી મહારાજે પત્રકારો સાથેની વાતચીતમાં લવ જેહાદ, ધર્મ પરીવર્તન અને કેરળમાં જે બન્યું છે તે સમગ્ર બાબતો પર આક્રોશ દર્શાવ્યો હતો અને એવી મહત્વની માંગ ઉઠાવી હતી કે, ધર્મ પરિવર્તન કરાવવા માટે ફંડીંગ એટલે કે પૈસા કયાં માઘ્યમથી આવી રહ્યા છે ? કોણ મોકલી રહ્યું છે ? તેની તપાસ થવી જરુરી છે, ધર્મ પરિવર્તનના મુદે શાસન ઉપરાંત સામાજીક સંગઠનોએ પણ પોતાની જવાબદારી નિભાવવી પડશે, સંતાનોેને જાગૃત કરવા પડશે, વધુ ધર્મમયી બનાવવા પડશે એ બાબત પર જગદગુરુએ વિશેષ ટકોર કરી હતી.
એમણે કહ્યું હતું કે, આજે સમાજમાં હિન્દુઓને ધર્માંતર કરાવવામાં આવે છે, ધર્માંતર કરાવનારાઓ સેવાના નામે ધર્મ પરિવર્તન કરાવે છે તેની સામે શાસને કડક પગલા લેવા જોઇએ, એટલું જ નહીં સામાજીક સંગઠનોએ પણ ધર્મ પરિવર્તન અને લવ જેહાદ વિશે વિરોધ કરવો જોઇએ. મારુ તો કહેવું એ છે કે, ધર્મ પરિવર્તન કરાવવા માટે ધન કયાંથી આવે છે ? તે તપાસ કરાવવી જરુરી છે, ધર્મ માટે આવતા પૈસા થોડા દિવસ એમને એમ રખાય છે અને ત્યારબાદ કેટલીક હિન્દુ યુવતિને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.
હિન્દુ યુવક-યુવતિઓને ભરમાવવામાં આવે છે, ધર્મ પરિવર્તનની પ્રક્રિયા પહેલેથી જ થઇ જતી હોય છે એટલે જ સમાજમાં આજે ધર્મ જ્ઞાનની આવશ્કયતા છે, ધર્મ કોને કહેવો એ પણ જાણવાની જરુર છે, સમાજમાં અનૈતિકતા વધી ગઇ છે, ઓછી ઉંમરના બાળકો આ પ્રકારનો નિર્ણય લે છે અને ત્યારબાદ તેઓ પસ્તાય છે. બીજા ધર્મના લોકોને સહાય આપવામાં આવે છે તે રીતે હિન્દુઓને પણ સહાય આપવી જોઇએ. મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ હિન્દુ બનીને વિવાહ કર્યા છે તે પણ યોગ્ય નથી.
ધર્મ પરિવર્તન પાછળ શાસક ઉપરાંત સંગઠનોેએ પણ જાગવું જોઇએ, કેરળમાં હજારો લોકોને કપટથી ધર્મ પરિવર્તન કરાવી લીધું છે, થઇ ગયું તે થઇ ગયું પરંતુ હવે રોકવાની જરુર છે, આપણે ધર્મને સમજી શકતા નથી અને ગુણદોષને પારખવાની ક્ષમતા નથી, બીજાએ કહેલી વાતમાં પ્રલોભનમાં આવી જઇને ધર્મ પરિવર્તન કરાય છે, કેટલાક વાસના માટે પણ આ પ્રકારનું પરિવર્તન કરે છે, ધર્મ અંગે માતા-પિતાની પણ જવાબદારી છે તેઓ તેમના બાળકોને ધર્મ ઉપદેશ આપે તે ખુબ જ જરુરી છે, એટલું જ નહીં એનજીઓની પણ આ પ્રકારની જવાબદારી છે, આપણી સામે કેરળની ઘટના થઇ છે, હવે આગળ આવી ઘટના ન બને તે જોવાની જરુર છે. ધર્મ પરિવર્તન માટે બાળકોમાં નિર્ણય લેવાની શકિત નથી, નૈતિકતાનો બોધ ન હોવાના કારણે બાળકો દોરવાઇ જાય છે, પાછળથી તેવો પસ્તાય છે, આ પાછળ કામ પણ બહુ થાય છે પરંતુ કેરળમાં છેતરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.
ગઇકાલે સાંજે જગદગુરુ સદાનંદ સરસ્વતીજી મહારાજ દરેડ ખાતેના તક્ષશીલા મંદિરમાં પધાર્યા હતાં અને તેમનું અનુયાયીઓએ હરખભેર સ્વાગત કર્યુ હતું, આજે સવારે તેઓએ પત્રકારો સાથે પણ વાતચીત કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી ગુણવંતભાઇ ભટ્ટ, કાર્યકર નયનભાઇ વ્યાસ સહિતના અગ્રણીઓએ દિક્ષા મહોત્સવમાં ભાગ લીધો હતો અને ગુરુજીને નમન કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application