ગોમતી નદીના સામે કાંઠે ભાવિકો ફસાયા

  • March 29, 2024 11:57 AM 

ભરતી સમયે પાણીનો પ્રવાહ વધતા ફાયર શાખા અને સ્થાનીકોએ કાઢયા બહાર


યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન પહેલા ગોમતી સ્નાનનું અને મહત્વ છે, ગોમતી નદીના સામે પાર આવેલ પંચકુઇના દર્શન કરવા માટે લોકો જતા હોય છે જેમાં ગોમતી નદી પર આવેલ સુદામાસેતુ પાર કરી પંચકુઇના દર્શન કરવા યાત્રિકો જતા હોય છે.



છેલ્લા ઘણા સમયથી મોરબી પુલ દુર્ઘટનાનો બનાવ બનતા દ્વારકાના સુદામા સેતુને બંધ કરી દેવામાં આવ્યો હતો જેના લીધે બહારગામથી પધારતા યાત્રિકો સામે કાંઠે આવેલ પંચકુઇ તથા દરીયાની મોજ માણવાથી વંચિત રહે છે. પવિત્ર ગોમતી નદી દરીયા સાથે જોડાયેલ હોય, દરીયામાં આવતી ભરતી તથા ઓટ સમયે ગોમતી નદીમાં પણ પાણીની માત્રા ઓછી વધુ માત્રામાં થતુ હોય છે જેના કારણે દિવસ દરમિયાન ઓટના સમયે ગોમતી નદીમાં પાણી નહીવત થઇ જતુ હોય છે, જેથી યાત્રિકો ગોમતી નદીની અંદરથી પગપાળા સામે કાંઠે જતા હોય છે પરંતુ જયારે ભરતીનો સમય થતા ગોમતી નદીમાં પણ પાણીની આવક આવતી હોય છે આ બનાવથી મોટાભાગના યાત્રિકો અજાણ હોવાથી દુર્ઘટનાનો ભોગ બની શકે છે.



આવી જ એક ઘટના દ્વારકા ગોમતીઘાટ ખાતે સર્જાઇ હતી જેમાં બહારગામથી આશરે 40 લોકો દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા, ભગવાન દ્વારકાધીશના દર્શન કયર્િ બાદ તેઓ ગોમતી ઘાટ ખાતે ગયા હતા અને ગોમીતીમાં પાણી ખુબ ઓછી માત્રામાં હોવાથી તે લોકો પગપાળા ચાલી ગોમતી નદીમાથી સામે કાંઠે પંચકુઇ તથા દરીયાની મોજ મણવા ગયા હતા.



આ સમય દરમ્યાન દરીયામાં ભરતી થતા ગોમતીમાં પણ પાણીની ધીંગી આવક આવી હતી જેનો ખ્યાલ આ લોકોને ન હોવાથી તેઓ પરત ગોમતી નદી અંદરથી પરત આવવા લાગ્યા હતા. પરંતુ ભરતીનો સમય હોવાથી પાણીનો પ્રવાહ વધુ હતો જેના કારણે આ લોકો પાણીમાં ફસાયા હતા અને પાણી વચ્ચે ઘેરાવા લાગ્યા હતા, ફાયર વિભાગ તથા સ્થાનીક લોકોના સહયોગથી બોટ દ્વારા આ તમામ લોકોને બહાર કાઢી લેવાયા હતા જેના કારણે કોઇ જાન માલની નુકશાની થઇ ન હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application