દ્વારકા જિલ્લો ભાજપની સંગઠનાત્મક પ્રવૃત્તિમાં રાજ્યમાં દ્વિતીય

  • November 06, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર્યકરો અને જિલ્લા પ્રમુખને અપાતો શ્રેય

ગુજરાત ભાજપમાં પ્રદેશ કક્ષાએ ચાલી રહેલ સંગઠનાત્મક કાર્યોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો અવ્વલ રહે છે. તાજેતરમાં પ્રદેશ ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આ અભિયાનના સંયોજક રસિકભાઈ નકુમ સહસંયોજક રાજુભાઈ સરસિયાને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી.
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અભિયાન જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નિષ્ઠાવાન કાર્યકરો દ્વારા સંપન્ન કરવામાં આવ્યું હતું. આયોજનબદ્ધ રીતે આ કાર્ય જિલ્લામાં ગ્રાઉન્ડ લેવલ સુધી ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આ કામગીરીમાં સમગ્ર રાજ્યમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો દ્વિતીય ક્રમે રહ્યો હતો.
ભાજપના સંગઠનાત્મક કાર્યમાં જિલ્લાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા જિલ્લાના સૌ કાર્યકરો અને દ્વારકા જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન અને મહામંત્રીઓની ગ્રાઉન્ડ લેવલની જહેમત સાથે થયેલા આ સફળ કાર્યને ધ્યાને લેતા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા સંયોજક રસિકભાઈ અને સહસંયોજક રાજુભાઈ સરસિયાને ગાંધીનગર ખાતે આવનારા સમયમાં આ અભિયાનના ત્રીજા ચરણનું કાર્ય સફળતાપૂર્વક પ્રદેશમાં થઈ શકે તે વિષય પર હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી .
આ અભિયાનનો સંપૂર્ણ શ્રેય દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક આ કામગીરી કરનારા સર્વે કાર્યકરોને આપવામાં આવ્યો છે. જિલ્લાના તમામ કાર્યકરોની જહેમતના પરિણામ સ્વરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ સંગઠન પ્રદેશ કક્ષાએ તેમની નામના વધારી શકી છે. તેવો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application