ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારતી દ્વારકાની અદાલત

  • July 26, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેન્દ્રસિંહ એન. જાડેજાએ પોતાની માલીકીની બસ સુરજકરાડીના રહીશ જાવેદ દિલાવર સોલંકીને વેંચાણથી આપી હતી. આ બસના ટેકસની રકમ ભરપાઈ કરવા માટે આરોપી જાવેદ દિલાવર સોલંકીએ ફરીયાદીને ચેક આપ્યો હતો. જે ચેકની તારીખે ફરીયાદી દ્વારા ચેક વટાવવા માટે રજુ કરતા ચેક રિટર્ન થયો હતો. જે અંગે ફરીયાદીએ પ્રથમ લીગલ નોટીસ આપી અને દ્વારકાની અદાલતમાં નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ મુજબ કેસ દાખલ કર્યો હતો. જે કેસ દ્વારકાની અદાલતમાં ચાલી જતા ફરીયાદ પક્ષે પુરાવા તથા વકીલ દ્વારા ધારદાર દલીલો રજુ કરતા, દ્વારકાની અદાલતે આરોપી જાવેદ દિલાવર સોલંકીને બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.


આ ઉપરાંત આરોપીએ વળતરની રકમ રૂા. 4,40,000/- ફરીયાદીને ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો. આ વળતરની રકમ ના ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દ્વારકાના સીનીયર ધારાશાસ્ત્રી સંજય પી. રાયઠઠા તથા ધર્મેશ એસ. ચુડાસમા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application