દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામના સરપંચોએ કલેકટર કચેરીએ જઈને ભારે વરસાદને પગલે ખેતી અને જનજીવન ક્ષેત્રે થયેલા નુકસાન અંગે સર્વે કરાવવાની રજૂઆત કરી છે. અતિ ભારે વરસાદને પગલે, કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામના રસ્તાઓ તુટી ગયા છે. અનેક ઘરને પણ પારાવાર નુકસાન થયું છે. ખેતી ક્ષેત્રે વ્યાપક નુકસાન થવા પામ્યુ છે. આવા સંજોગોમાં નુકસાનીનો સર્વે કરાવીને રાહત પેકેજની જાહેરાત થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ દ્વારકા, કલ્યાણપુર સહિતના જે વિસ્તારોમાં અસાધારણ વરસાદ પડ્યો હતો. તે વિસ્તારોમાં લેવાયેલા પગલાઓ અને હજુ આગામી દિવસોમાં માલ મિલકતને વધુ નુકશાન ન થાય તે માટે તંત્રની સુસજ્જતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવીને રાજ્ય સરકાર અસરગ્રસ્તોની સાથે છે તેવો અહેસાસ પૂરો પાડવા સૂચનો કર્યા હતા. આ વિસ્તારોમાં પાણી ઓસરતાં જ જરૂરી સર્વે કરવા અંગે પણ તેમણે સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું.
30 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 30 વર્ષનો સરેરાશ વરસાદ 769 મીમી છે તેની સામે છેલ્લા પાંચ છ દિવસમાં 980 મીમી સરેરાશ વરસાદ એટલે કે 31 ઇંચની સરેરાશ સામે 50 ઇંચ વરસાદ વરસ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદીની અપીલ બાદ ધ સાબરમતી રિપોર્ટની કમાણીમાં જંગી ઉછાળો, કલેક્શન 86 ટકા વધ્યું
November 25, 2024 12:18 PMથઈ ગયું કન્ફર્મ! રશ્મિકા મંદાના વિજય દેવરકોંડાને કરી રહી છે ડેટ
November 25, 2024 12:17 PMકલ્કિ- 2નું 35 ટકા શૂટિંગ પૂર્ણ, દીપિકા ફરી માતા તરીકે દેખાશે
November 25, 2024 12:15 PMજામનગરના જોડીયાના હડિયાણા ગામ નજીક પવનચક્કીમાં એકાએક આગ ફાટી નીકળી
November 25, 2024 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech