દ્વારકા કોરીડોર પ્રોજેક્ટમાં જગત મંદિર આસપાસનાં વિરાટ દબાણ હટશે...?

  • October 13, 2023 11:55 AM 

કદાવર પહોંચ ધરાવતા દબાણકર્તા સામે સ્થાનિક તંત્ર વામણું સાબિત થયું હોવાનું ચિત્ર ઉપસ્યું


દેવભૂમિ દ્વારકામાં જગત મંદિર આસપાસ કોરીડોર પ્રોજેક્ટની તૈયારી થઇ રહી છે. ત્યારે જગત મંદિર આસપાસનાં કથિત દબાણો ચર્ચિત બન્યા છે. જગત મંદિરને વધુ ભવ્યતા પ્રદાન કરવા તથા યાત્રીઓની સુવિધા માટે મંદિર આસપાસ કોરીડોર નિર્માણ કરવાનો મેગા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે જેને પગલે મંદિર આસપાસની દુકાનો અને કથિત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવી પડે એમ છે.


આ સંજોગોમાં જગત મંદિર આસપાસનાં કથિત દબાણો દૂર કેવી રીતે થશે એ ચર્ચાનો વિષય બન્યો છે.ઉલ્લેખનિય છે કે મંદિર આસપાસનાં કથિત વિરાટ દબાણો કદાવર પહોંચતા દબાણકર્તાનાં હોવાની ચર્ચા વચ્ચે આ દબાણો દૂર કરવામાં સ્થાનિક તંત્ર વામન પુરવાર થયું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.


જગત મંદિરનાં આસપાસનાં દબાણો દૂર કરવા સ્થાનિક તંત્ર દ્વારા જન્માષ્ટમી પૂર્વે પોલીસ બંદોબસ્ત  સાથે મોટા ઉપાડે દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


પરંતુ વૃષભ રાશિના વિરાટ પહોંચ ધરાવતા શખ્સના એક પણ દબાણ દુર ના થયા જ્યારે નાના રેંકડી ધારકોની રેકડીઓ ડી ટેઇન કરી પાલિકાએ સંતોષ માની લીધો હતો એવા સંજોગોમાં કોરીડોર પ્રોજેક્ટની કામગીરી કેવી રીતે આગળ વધશે? એ અંગે અટકળો થઇ રહી છે. દ્વારકાનાં મેગા પ્રોજેક્ટ કોરીડોર યાત્રાધામને નવી ઓળખ અને ગરિમા મળશે ત્યારે આ પ્રોજેક્ટ માટે અડચણરૂપ કથિત દબાણો દૂર કરવાની કાર્યવાહી પર સૌની મીટ મંડાયેલી છે.

"વૃષભ" રાશીના વિરાટ દબાણકતાઁને "મીન" રાશીના વેવાઈ છાવરે છે...


દ્વારકાના જગતમંદિર વિસ્તારમાં "વૃષભ" રાશિનો શખ્સ વીસ થી વધુ દુકાનો રાખી મંદિરના મોક્ષ દ્વાર, સ્વર્ગ દ્વાર અને સુદામા સેતુ  રોડ પર  તોતિંગ દબાણો તથા પથારાઓ પાથરીને સરકારી જગ્યાનો દુરૂપયોગ કરી મહિને લાખોની કમાણી કરતા તત્વના "મીન" રાશીના તેમના વેવાઈ રાજકીય વગ ધરાવતા હોય જેમના લીધે અધિકારી સાથે સેટિંગ પાડી દીધાનું જાહેરમાં ચર્ચાય રહ્યું હોય જેમના લીધે તેમનું દબાણ યથાવત રાખતા અનેક તકઁ વિતકઁ સર્જાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application