સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોલેજોના નવા જોડાણની જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરાઈ
નવા કાયદા મુજબ રચાયેલી બોર્ડ ઓફ ડીન્સની પ્રથમ બેઠક મળી: સેનેટરી ઇન્સ્પેકટર, નસિગ સહિતના જુદા જુદા અભ્યાસક્રમોની દરખાસ્તઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોમાં નવા અભ્યાસક્રમના જોડાણ માટેની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હતી. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ ૨૦૨૩ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ ૨૦૨૪ મુજબ રચવામાં આવેલી બોર્ડ ઓફ ડીન્સની આજે પ્રથમ બેઠક મળી હતી અને તેમાં લાંબા સમયથી પડતર રહેલી જુદી જુદી ૨૧ દરખાસ્તો બાબતે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહત્વની દરખાસ્તોની વાત કરીએ તો રાજકોટની ઓમ કોલેજના સંચાલક પરેશભાઈ રબારીએ સેનેટરી ઇન્સ્પેકટરના ડિપ્લોમા અભ્યાસક્રમ શ કરવા માટે માગણી કરી હતી અને તેનો આજની બેઠકના એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટની સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટ સંચાલિત માલવિયા કોલેજ, રાજુલાની એયુકેશનલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એચડી સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , ખામટાની શ્રીમતી મોતીબેન જાદવજીભાઈ માલાણી એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ, અમરેલીની ઈનર વિઝન એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ, મોરબીની ગુજરાત ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી જી પટેલ કોમર્સ કોલેજ, મોરબીની કાલાવર્ધન એયુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ કોલેજ, ગોંડલની લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત ઉજીબેન લવજીભાઈ ધડુક મહિલા કોલેજ, કાલાવડ (શીતલા)ની હેમ યોત ચેરીટેબલ એન્ડ એયુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુ વંદના લો કોલેજ, સુરેન્દ્રનગરની જય બજરગં સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનદં કોલેજ ઓફ નસિગ, વઢવાણની ક્રિષ્ના એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વન વલ્ર્ડ ઇન્સ્િટટયૂટ ઓફ નસિગ, મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત જે એ પટેલ મહિલા સાયન્સ કોલેજ, વીંછીયાની ઉમિયા એયુકેશન ટ્રસ્ટ સંચાલિત પાવટી ખાતે ની કોલેજ, મોરબીની વિધા પ્રેમ વર્ધન એયુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ બી.એડ કોલેજ, વાંકાનેર ની અંજુમને ટ્રસ્ટ સંચાલિત કોલેજ, રાજકોટની એચ એન શુકલા કોલેજ, સુરેન્દ્રનગર જિલ્લાની સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંસ્થા સંચાલિત એસ.એચ ઇન્સ્િટટયૂટ ઓફ નસિગ એન્ડ રિસર્ચ સેન્ટર, સાવરકુંડલાની ફૈઝે મુહમ્મદ એયુકેશન વેલ્ફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એસએમજીકે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્રારા જોડાણ માટેની અરજીઓ લાંબા સમયથી કરવામાં આવી હતી તેની ચર્ચા આજની બેઠકમાં કરીને નિર્ણયો લેવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech